દલાઈ લામાના ઉત્તરાધિકારી: ભારતનો સ્પષ્ટ સંદેશ – નિર્ણય માત્ર દલાઈ લામાનો જ!

લ્હાસા/ધર્મશાલાઃ તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે ભારત સરકારે આ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. આ મુદ્દે ભારત સરકારે જણાવ્યું છે કે ઉત્તરાધિકારી નક્કી કરવાનો નિર્ણય ફક્ત દલાઈ લામાને જ છે.
ભારતે જણાવ્યું છે કે આ મુદ્દે ચીનની કોઈ પણ પ્રકારની દખલગીરીને પણ ફગાવી હતી અને કહ્યું હતું કે તિબેટની બૌદ્ધ પરંપરાનો આંતરિક મુદ્દો છે. તિબેટના આધ્યાત્મિક ગુરુને ઉત્તરાધિકારી નક્કી કરવાનો અધિકાર ફક્ત અને ફક્ત દલાઈ લામાને જ છે નહીં કે કોઈને.
આપણ વાંચો: ચીન દલાઈ લામાથી કેમ નારાજ છે? ઉત્તરાધિકારી પર કેમ ટકેલી છે વિશ્વની નજર?
દલાઈ લામાની ઈચ્છા અનુસાર નિર્ણય લેવો જોઈએ
લઘુમતી બાબતના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજ્જિુએ કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીનો નિર્ણય ફક્ત દલાઈ લામા લેશે. આ નિર્ણય લેવામાં અન્ય કોઈ સામેલ થશે નહીં. તેમણે કહ્યું કે દલાઈ લામા બૌદ્ધો માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. દલાઈ લામાને અનુસરનારા લોકોનો અભિપ્રાય પણ એ છે કે ઉત્તરાધિકારીનો નિર્ણય સ્થાપિત પરંપરા અને દલાઈ લામાની ઈચ્છા અનુસાર થવો જોઈએ. તેમના અને વર્તમાન પરંપરા સિવાય અન્ય લોકોને કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર નથી.
આ મુદ્દાને રાજકારણ સાથે જોડવાનું યોગ્ય નહીં
બૌદ્ધ ધર્મના અનુયાયી કેન્દ્રીય પ્રધાન અત્યારે ધર્મશાળામાં છે તથા તેમની સાથે કેન્દ્રીય પ્રધાન લલન સિંહ સાથે દલાઈ લામાના નેવુંમા જન્મદિવસના કાર્યક્રમમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. રિજ્જુએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક સ્પષ્ટ રીતે ધાર્મિક અવસર છે અને એને રાજકારણ સાથે જોડવાનું પણ યોગ્ય નથી.
આપણ વાંચો: ચીનને પરેશાન કરનારા દલાઈ લામાના 90મા જન્દિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?
સંપૂર્ણપણે ટ્રસ્ટના સભ્યોની જવાબદારી રહેશે.
આ અગાઉ દલાઈ લામાના ટ્રસ્ટે (ગાદેન ફોડરંગ ટ્રસ્ટ) એક નિવેદન જારી કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે દલાઈ લામાની સંસ્થા 600 વર્ષ જૂની છે અને એનું અસ્તિત્વ પણ તેમના પછી પણ રહેશે. આગામી એટલે પંદરમા દલાઈ લામા કોને બનાવવા એનો નિર્ણય ગાદેન ફોડરંગ ટ્રસ્ટ જ લેશે. 24 સપ્ટેમ્બર 2011ના પણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ દલાઈ લામાને માન્યતા આપવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ટ્રસ્ટના સભ્યોની જવાબદારી રહેશે