ટોપ ન્યૂઝનેશનલ

Cyclone Remal: રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી, 6ના મોત, 29 હજારથી વધુ મકાનોને નુકસાન

કોલકાતા: ચક્રવાત રેમલે(Cyclone Remal) પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. જેમાં બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. વાવાઝોડાને કારણે 29 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. આ દરમિયાન 2100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.

રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા

રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાત રેમલથી 24 બ્લોક અને 79 મ્યુનિસિપલ વોર્ડમાં 29,500 મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ ભાગોમાં 2,140 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને લગભગ 1,700 ઇલેક્ટ્રિક પોલ પડી ગયા છે.

Read More: બાંગ્લાદેશમાં ‘રેમલ’ વાવાઝોડાનો કહેર: 1.5 કરોડ ઘરમાં વીજળી ગુલ, સાતનાં મોત

પ્રારંભિક મૂલ્યાંકનથી જાણવા મળ્યું છે કે ક્ષતિગ્રસ્ત મકાનોમાંથી, 27,000 ને આંશિક નુકસાન થયું છે. જ્યારે 2,500 સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૂલ્યાંકન ચાલુ હોવાથી આ આંકડાઓ બદલાઈ શકે છે.

અસરગ્રસ્ત લોકોને 17,738 તાડપત્રીનું વિતરણ

અધિકારીએ જણાવ્યું કે વહીવટીતંત્રએ 2,07,060 લોકોને 1,438 સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસેડ્યા છે. હાલમાં ત્યાં 77,288 લોકો છે. તેમણે કહ્યું, ‘કુલ મળીને હાલમાં 341 રસોડા દ્વારા તેમને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. અમે દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને 17,738 તાડપત્રીનું વિતરણ કર્યું છે.

Read More: Cyclone Remal એ મચાવી તબાહી, 1 વ્યક્તિનું મોત, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મોટાપાયે નુકશાન

અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા

અસરગ્રસ્ત વિસ્તારોમાં કાકદ્વીપ, નામખાના, સાગર દ્વીપ, ડાયમંડ હાર્બર, ફ્રેઝરગંજ, બકખલી અને મંદારમણિનો સમાવેશ થાય છે.ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોલકાતામાં એક મહિલા, દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બે મહિલા, ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક અને પૂર્વ મેદિનીપુરમાં પિતા-પુત્રનું મોત થયું છે. ચક્રવાત ‘રેમલ’ના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button