નેશનલ

સંસદ-રામ મંદિરની સુરક્ષામાંથી હટશે CRPF, VIP સુરક્ષાની જવાબદારી PDGના શિરે

અયોધ્યામાં સંસદ ભવન અને રામ મંદિરને આતંકવાદીઓથી સુરક્ષિત રાખી રહેલા CRPF જવાનોને ડ્યુટી પર કેમ દૂર કરવામાં આવી રહ્યા છે?. દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ ‘CRPF’માં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે. સંસદ ભવનની સુરક્ષા માટે CRPFમાં ‘પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ’ (PDG) ની રચના કરવામાં આવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદભવનની સુરક્ષામાંથી PDG હટાવીને CISFને ત્યાં સુરક્ષાની જવાબદારી આપવામાં આવી રહી છે.

સુરક્ષામાં જવાબદારીમાં ફેરફાર માટે શરૂ થયેલી આ પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ થવાની આશા છે. PDGને CRPFની VIP સુરક્ષા વિંગમાં શિફ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત CRPF વિંગને પરત બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરની સુરક્ષાની કમાન ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (UPSSF)ને સોંપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદ ભવનની કડક સુરક્ષા માટે ‘પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ’ (PDG)ની રચના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ફોર્સમાં લગભગ 1600 જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક ડીઆઈજી, એક કમાન્ડન્ટ, એક આઈઆઈસી, છ ડેપ્યુટી કમાન્ડન્ટ અને 14 આસિસ્ટન્ટ કમાન્ડન્ટને પીડીજીનો ભાગ બનાવવામાં આવ્યા હતા. PDG સૈનિકોને ખાસ તાલીમ લેવી પડે છે. 13 ડિસેમ્બર 2001ના રોજ સીઆરપીએફના બહાદુર જવાનોએ લોકશાહીના મંદિર ‘સંસદ’ને પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાથી બચાવી હતી.

આપણ વાંચો: રામ લલ્લાના ભક્તો માટે અયોધ્યાથી આવ્યા Good News… 24 કલાક ભક્તો કરી શકશે દર્શન…

ઉલ્લેખનિય છે કે સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી કોને સોંપવી તે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સ્તરે ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી. 13 ડિસેમ્બર 2023ની ઘટના બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. CRPFના ડીજી અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. આ બધા પછી જ નિર્ણય લેવામાં આવ્યો કે સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવે.

PDGએ કોઈ સામાન્ય સુરક્ષા દળ નથી, તેને સુરક્ષાના કડક અને ઉચ્ચ ધોરણોના આધારે તાલીમ આપવામાં આવી હતી. હવે અહીંથી લગભગ 1600 સૈનિકો અને અધિકારીઓને હટાવવામાં આવી રહ્યા છે. તે નીતિ વિષયક હોઈ શકે છે, પરંતુ વર્ષોથી સંસદ ભવનનું રક્ષણ કરતી PDGને હટાવવાનું કોઈ ઔચિત્ય નથી. દળના અધિકારીઓ અને સૈનિકો, જેમણે આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ખતમ કરવામાં અને અન્ય સુરક્ષા મોરચે તેમની કુશળતા દર્શાવી છે, તેઓ પીડીજીને હટાવવાના નિર્ણયથી ખુશ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો