નેશનલ

રામ લલ્લાના ભક્તો માટે અયોધ્યાથી આવ્યા Good News… 24 કલાક ભક્તો કરી શકશે દર્શન…

અયોધ્યાઃ Uttar Pradesh CM Yogi Aadityanathએ ગુરુવારે રામનવમી અને નવરાત્રિની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમણે અયોધ્યા ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત-ચીત પણ કરી હતી અને નવરાત્રિના છેલ્લાં 10 દિવસ એટલે કે અષ્ટમી, નવમી અને દસમીના શ્રીરામ લલ્લાના દર્શનના સમયને લઈને મહત્ત્વના સમાચાર આપ્યા છે. જો તમે પણ રામનવમીના અયોધ્યા જઈને રામ લલ્લાની દર્શન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. આવો જોઈએ શું જાહેરાત કરી છે સીએમ યોગીએ…

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નવરાત્રિમાં અષ્ટમીસ નવમી અને દશમીના દિવસે શ્રીરામ લલ્લાના મંદિમાં 24 કલાક દર્શન-પૂજાની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. તેમણે આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના સભ્યો સાથે સમન્વય સાધવાના આદેશ આપતા આ ત્રણેય દિવસ 24 કલાક રામ લલ્લાના દર્શનની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મંદિરના કપાટ માત્ર વિશેષ પૂજા-અર્ચના દરમિયાન જ બંધ કરવામાં આવે.

મુખ્ય પ્રધાને રામનવમી નિમિત્તે નગરમાં સાફ-સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા અને વધી રહેલી ગરમીને ધ્યાનમાં લેતા પરિવહન નિગમ અને નગર વિકાસ સાથે સમન્વય કરીને વધારાની ઈલેક્ટ્રિક બસની વ્યવસ્થા કરવાના આદેશ પણ આપ્યા છે. તેમણે એવી વ્યવસ્થા ગોઠવવાનું જણાવ્યું છે કે જેથી ભક્તોને અઢી કિમીથી વધુ ચાલવાની જરૂર ના પડે. આ સાથે સાથે જ તુલસી ઉદ્યાન વગેરે સ્થાન પર તેમના ચંપલ-પગરખા વગેરે રાખવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ સિવાય રામનવમીની સાથે સાથે ચૂંટણીનું કામ પણ શરૂ થઈ જશે. આ માટે મુખ્ય ક્ષેત્ર જેવા કે રામ લલ્લા મંદિર, હનુમાનગઢી વગેરે સ્થાન પર સ્થાયી રૂપે પોલીસ કર્મચારીઓ અને અન્ય સેવાના લોકોની ડ્યૂટી લગાવવામાં આવે અને એમને ઈલેક્શનની ડ્યૂટીથી મુક્ત રાખવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતેનું રામ મંદિરમાં 23મી જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારથી દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચે છે. આશરે દોઢથી બે લાખ ભક્તો દરરોજ રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચે છે અને રામ નવમીને ધ્યાનમાં લઈને આ આંકડો હજી વધી શકે છે એવો અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…