ટોપ ન્યૂઝનેશનલ

કોર્ટે TMCના દસ નેતાને સમન્સ આપ્યાઃ ડેરેક ઓબ્રાયન અને સાગરિકાનો પણ સમાવેશ

કોલકાત્તાઃ દિલ્હીની કોર્ટે તૃણમુલ કૉંગ્રેસ (TMC)ના 10 નેતાને સમન્સ આપ્યા છે. આ નેતાઓમાં ડેરેક ઓબ્રાયન, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલેનો પણ સમાવેશ થાય છે. મનાઈ હોવા છતાં 8મી એપ્રિલે આ નેતાઓએ ઈલેક્શન કમિશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હોવાથી આ સમન્સ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે જે 10 નેતાઓને સમન્સ પાઠવ્યા છે તેમાં ડેરેક ઓ’બ્રાયન, મોહમ્મદ નદીમુલ હક, ડોલા સેન, સાકેત ગોખલે, સાગરિકા ઘોષ, વિવેક ગુપ્તા, અર્પિતા ઘોષ, ડૉ. શાંતનુ સેન, અબીર રંજન બિશ્વાસ અને સુદીપ રાહાનો સમાવેશ થાય છે.
ક્યા કારણે થઈ રહ્યો હતો વિરોધ

હકીકતમાં, ટીએમસી નેતાઓએ ગયા વર્ષે સીબીઆઈ, ઇડી, એનઆઈએ અને આવકવેરા વિભાગના વડાઓને બરતરફ કરવાની માંગણી સાથે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે શાસક ભાજપ સરકાર લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પ્રભાવ હેઠળ આ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

ક્યારે થશે સુનાવણી

આ સમગ્ર મામલે ચાર્જશિટ અને દિલ્હી પોલીસ પાસેથી મળેલી ફરિયાદના આધારે કોર્ટે ટીએમસી નેતાને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ માટે 30મી એપ્રિલના રોજ સુનાવણી રાખવાનું નક્કી કર્યું છે. TMCના નેતા 8મી એપ્રિલે ચૂંટણી પંચના મેઈન ગેટ પાસે એકઠા થયા હતા અને કોઈપણ જાતની પરવાનગી વિના બેનરો સાથે નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ સમય દરમિયાન કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને ઘણીવાર ચેતાવણી આપી હોવા છતાં તેમણે પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

આ પણ વાંચો… BSF પર TMC ના આરોપ પર BSF એ રોકડું પરખાવ્યુંઃ કહ્યું અમારી પ્રાથમિકતા સરહદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button