નેશનલ

ભારતમાં કોરોના કેસોમાં ફરી ઉછાળો: XFG વેરિયન્ટના 163 કેસ, કેરળ સૌથી પ્રભાવિત

નવી દીલ્હી: ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસે ફરી એક વખત માથું ઉચક્યું છે. નવા વેરિયન્ટ સાથે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રય સ્વાસ્થ્ય મંત્રાલય મંત્રાલયના 9 જૂન, 2025ના આંકડા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 6,491 સુધી પહોંચી છે. ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા નવા XFG વેરિયન્ટના 163 કેસ નોંધાયા છે, જે ઓમિક્રોન ઉપ વેરિયન્ટ છે. આ વેરિયન્ટ ઝડપી ફેલાવા સાથે સાથે રોગપ્રતિકારક શક્તિને ચકમો આપી શકે છે. જે ભારત સાથે વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારત કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જ્યારે કોરોનાથી ભારતનું કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 1957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા. કેરળ સરકારે લક્ષણો ધરાવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યા છે. મહારાષ્ટ્રમાં XFG વેરિયન્ટના 89 કેસ સાથે નોંધાયા છે. જે વધું ચિંતાજનક સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત તમિલનાડુમાં XFG 16 કેસ, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ પોઝીટિવ કેસની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું છે XFG વેરિયન્ટ?

XFG એ ઓમિક્રોનનું રિકોમ્બિનન્ટ ઉપ-વેરિયન્ટ છે, જેનો પહેલો કેસ કેનેડામાં નોંધાયું. લેન્સેટ જર્નલ અનુસાર, XFGમાં ચાર મુખ્ય સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, જે તેને વધુ સંક્રામક બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિન-પ્રેરિત ઈમ્યુનિટીને પણ માત આપી શકવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, મે 2025માં XFG વેરિયન્ટના 159 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલ અને જૂનમાં બે-બે કેસ મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી, પરંતુ 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી 65 દર્દીઓના મોત થયા છે. આંકડાકીય માહિતી પ્રમાણે એક અઠવાડિયામાં 50 મોત અને 3,000 નવા કેસ નોંધાયા, જે દર્શાવે છે કે વાયરસ હજુ સક્રિય છે.

INSACOG દ્વારા જીનોમ સિક્વન્સિંગ દ્વારા વેરિયન્ટ્સનું નિરીક્ષણ ચાલુ છે. વેક્સિનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે, અને બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે લોકોને અપિલ કરવામાં આવી રહી છે, કે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા, બૂસ્ટર ડોઝ લેવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button