રામલીલાના પવિત્ર મંચ પર અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ

ભારતની સાંસ્કૃતિક ધરોહરનો અદભૂત ભાગ એવી રામલીલા દર વર્ષે નવરાત્રિ દરમિયાન દેશભરમાં ભગવાન રામના જીવન અને લીલાઓને નાટ્ય રૂપે રજૂ કરે છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ લોકોને એકસાથે લાવે છે, પરંતુ આ વખતે એક રામલીલા આયોજનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે લોકોમાં નારાજગી ફેલાવી છે. આ વીડિયોમાં એક નૃત્યાંગના દ્વારા કરવામાં આવેલું બોલ્ડ ડાન્સ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જે રામલીલાના પવિત્ર મંચ સાથે મેળ ખાતું નથી લાગતું.
એક્સ પ્લેટફોર્મ પર શેર થયેલા આ વીડિયોમાં એક નૃત્યાંગના ફિલ્મી ગીત પર બોલ્ડ નૃત્ય કરતી જોવા મળે છે. વીડિયોમાં તે રાવણની સભામાં નૃત્ય કરે છે અને પછી સ્ટેજ પર ઉતરીને ડાન્સ ચાલુ રાખે છે. દર્શકો આ નૃત્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, અને કેટલાક લોકો નૃત્યાંગના પર પૈસા ઉડાડતા પણ જોવા મળે છે. આ ઘટનાએ રામલીલાના પવિત્ર સ્વરૂપ પર સવાલ ઉભા કર્યા છે, કારણ કે આવા નૃત્યને ધાર્મિક આયોજનમાં અયોગ્ય છે.
વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું, “રામલીલા જેવા પવિત્ર મંચ પર આવુ નૃત્ય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.” અન્ય એક યુઝરે જણાવ્યું, “ધાર્મિક કાર્યક્રમોમાં અશ્લીલતાને કોઈ સ્થાન નથી, આયોજકોએ આવા પ્રદર્શનો પર રોક લગાવવી જોઈએ.” લોકોનું માનવું છે કે આવા પ્રદર્શનો રામલીલાના મૂળ હેતુ અને પવિત્રતાને નુકસાન પહોંચાડે છે. આ વીડિયો પર હજારો કોમેન્ટ્સ આવી ચૂકી છે, જેમાં મોટાભાગના લોકો આયોજકોની ટીકા કરી રહ્યા છે.
જોકે, કેટલાક લોકો આ ઘટનાને માત્ર મનોરંજનનો ભાગ ગણીને નજરઅંદાજ કરવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે આવા વીડિયોને વધુ મહત્વ આપવાથી બિનજરૂરી વિવાદ વધે છે. પરંતુ મોટાભાગના લોકો માને છે કે ધાર્મિક આયોજનોની મર્યાદા જાળવવી અત્યંત જરૂરી છે. આ ઘટનાએ ધાર્મિક કાર્યક્રમોમાં આધુનિકતાના નામે નાકટો અને પરંપરા વચ્ચેના વિવાદ પર ચર્ચા જન્માવિ છે.
આ પણ વાંચો…તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સના વીડિયો વાઈરલ, વહીવટી તંત્રે આપ્યા આ આદેશ