નેશનલ

શુભાંશુની સફળતા પાછળ છે પત્ની કામનાનો હાથ, ત્રીજા ધોરણથી છે બંને એકમેકની સાથ…

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચી ગયા છે. આજે તે શુક્લા પરિવારની સાથોસાથ સમગ્ર દેશનું ગૌરવ બની ગયા છે. જેમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તેમ શુભાંશુ શુક્લાની સફળતા પાછળ બે સ્ત્રીઓનો હાથ છે. જેમાં એક તેમની માતા અને બીજી તેમની પત્નીનો સમાવેશ થાય છે. પરંતુ આજે આપણે શુભાંશુ શુક્લાના લગ્નજીવન વિશે વાત કરીશું.

શુભાંશુ શુક્લાના લગ્નની વાત ફિલ્મી વાર્તા જેવી છે. શુભાંશુ શુક્લા અને ડૉ. કામના મિશ્રા બંને ત્રીજા ધોરણમાં મળ્યા હતા અને એકબીજાના ખાસ મિત્રો બન્યા હતા. ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને અંતે બંનેએ એકમેકના પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા હતા.

ડૉ. કામના મિશ્રા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. શુભાંશુની લાંબી અને મુશ્કેલ તાલીમ અને મિશન શેડ્યૂલ વચ્ચે તેમણે માત્ર પોતાની કારકિર્દીનું જ પાલનપોષણ કર્યું નહીં પરંતુ પરિવારની સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળ પણ રાખી છે. તેઓ શુભાંશુ શુક્લાની પત્ની જ નહીં, પરંતુ તેની પ્રેરણા, શક્તિ અને સૌથી મોટા ચીયરલીડર પણ છે.

શુભાંશુ અને કામનાને એક 6 વર્ષનો દીકરો પણ છે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કામનાએ જણાવ્યું હતું કે: “અમે ત્રીજા ધોરણથી સાથે ભણ્યા છીએ. શુભાંશુ સ્વભાવે ખૂબ જ શરમાળ અને શાંત હતો, પરંતુ આજે તે લાખો લોકો માટે પ્રેરણા બની ગયો છે.” કામનાએ ઉમેર્યું હતું કે, “શુભાંશુનો પહેલો પ્રેમ હંમેશા આકાશ રહ્યો છે.”

અવકાશમાં જતા પહેલા, શુભાંશુએ ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની માટે એક હૃદયસ્પર્શી સંદેશ લખ્યો હતો. શુભાંશુએ લખ્યું હતું કે, “કામનાનો ખાસ આભાર, કારણ કે તું એક અદ્ભુત જીવનસાથી છે. તારા વિના આ કંઈ શક્ય ન હોત, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે આ કંઈ મહત્વનું ન હોત.” અવકાશ જેવા મુશ્કેલ ક્ષેત્રમાં કામ કરતા પતિ સાથે જીવન જીવવું સહેલું નથી, પરંતુ કામનાએ દરેક પડકારનો સંપૂર્ણ તાકાત અને ધીરજથી સામનો કર્યો છે.

આપણ વાંચો : શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચ્યા, પરિવારમાં આનંદ અને ગર્વની લાગણી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button