Congress: કેન્દ્ર સરકારે કોંગ્રેસને પેરેલાઈઝ કરવાનું ષડયંત્ર બનાવ્યું છે! કોંગ્રેસ નેતાના ભાજપ પર ગંભીર આરોપ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election)ની જાહેરાત બાદ કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના નાગરીકોને આપીલ કરી હતી કે લોકો લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે, આ સાથે કોંગ્રેસ નેતાઓએ ઈલેક્ટોરલ બોન્ડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રિઝ કરવા અંગે ભાજપ સરકાર પર પ્રહારો કાર્ય હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ઉપરાંત સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અજય માકન (Ajay Maken) અને અન્ય દિગ્ગજ નેતાઓએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે સૌથી જૂની પાર્ટીને ‘પેરેલાઈઝ’ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસે આ 7 સીટના ઉમેદવારો કર્યા ફાઈનલ? પ્રચાર અભિયાન શરૂ કરવાની આપી સૂચના
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે 18મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેશનો દરેક નાગરિક તેમાં ભાગ લેવા આતુર છે. ભારત તેના લોકતાંત્રિક મૂલ્યો અને આદર્શો માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ કોઈપણ લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. આ ઉપરાંત તમામ રાજકીય પક્ષો માટે સમાન સંસાધનો હોવા જોઈએ.
તેમણે કહ્યું કે સત્તામાં રહેલા લોકોની સંસાધન પર મોનોપોલી છે, મીડિયા પર તેમનો ઈજારો છે. IT, ED, ઇલેકશન કમિશન જેવી બંધારણીય અને ન્યાયિક સંસ્થાઓ પર શાસક પક્ષનું પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ છે.
આ પણ વાંચો: વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી ઈલેક્ટોરલ બોન્ડના તથ્યો બહાર આવ્યા, જે ખૂબ જ ચિંતાજનક છે. તેનાથી આપણા દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષોમાં આપણા દેશે જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ કર્યું હતું તેના પર સવાલ ઉઠ્યા છે. ગેરકાયદે અને ગેરબંધારણીય યોજના હેઠળ શાસક પક્ષે તેના ખાતામાં રૂ. 6 હજાર કરોડથી વધુ જમા કરાવ્યા અને બીજી તરફ ષડયંત્ર કરીને મુખ્ય વિરોધ પક્ષના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવાયા છે, જેથી નાણાના અભાવે અમે ચૂંટણી લડી શકીએ નહીં. આ રીતે ક્યારેય મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થઇ શકે નહીં.
તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સિવાય તેમની પાસે જે પણ રોકડ આવે છે તેનો કોઈ હિસાબ નથી. તેમની જાહેરાતોના દરેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અખબારો, ટીવી, રેડિયો, ઈન્ટરનેટ, વિશાળ રેલીઓ અને કરોડો રૂપિયાના રોડ-શો દરરોજ યોજાઈ રહ્યા છે. દેશના દરેક જિલ્લામાં 5 સ્ટાર ભાજપ કાર્યાલયો બનાવવામાં આવ્યા છે. પૈસા ક્યાંથી આવ્યા? શું આ બધું પૈસા વગર થાય છે?
રાહુલ ગાંધીએ કહ્યું કે નાણાના અભાવે પાર્ટી નેતાઓને અન્ય શહેરોમાં મોકલી શકતા નથી. ટ્રેનની ટિકિટ પણ ખરીદી શકતા નથી. અજય માકને કહ્યું કે પાર્ટી ચૂંટણી પત્રિકાઓ પણ છપાવવાની હાલતમાં નથી. ચૂંટણીની તૈયારીઓ કરી શકતા નથી. કોંગ્રેસના ખતા નહીં, લોકશાહી ફ્રિઝ થઇ ગઈ છે. તેઓ ચૂંટણી પહેલા અમને લાચાર બનાવી દેવા માંગે છે.
આ પણ વાંચો: નવસારી: કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે મેદાનમાં, જોવા મળશે પાટીલ V/S પટેલનો જંગ?
કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું, આ ભારતની લોકશાહી પર હુમલો છે. કોંગ્રેસ તેના ભંડોળનો ઉપયોગ કરી શકતી નથી. 30-35 વર્ષ જૂના કેસની ખોલવામાં આવી રહ્યા છે. અમે અમારી બેંકમાં જમા 285 કરોડ રૂપિયાનો ઉપયોગ કરી શકતા નથી. પ્રચાર માટે પૈસાની જરૂર છે. પરંતુ પૈસા ઉપાડી શકતા નથી. વર્ષ 1994-95ના કેસની નોટિસ અમારી પાસે આવી. આવકવેરા અધિકારીઓએ અમારા ખાતામાંથી 115 કરોડ રૂપિયા બળજબરીથી બેંકોમાં ટ્રાન્સફર કરાવ્યા છે. 14.40 લાખ કુલ રકમ છે જે સ્કેનિંગ હેઠળ છે અને દંડ 110 કરોડથી વધુ છે. કોંગ્રેસ આ નોટિસના સમય પર સવાલ ઉઠાવી રહી છે. 30 વર્ષ જૂના આકારણી સાથે સંબંધિત મુદ્દો હવે ઉઠાવવામાં આવી રહ્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું, આ બહુ ગંભીર મુદ્દો છે, ભાજપ પાસેથી ક્યારેય ટેક્સની માંગવામાં નથી આવતો. બીજી તરફ, કોંગ્રેસને આર્થિક રીતે નબળી પાડવા માટે વડાપ્રધાન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારા પૈસા બળજબરીથી છીનવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદીનો મેસેજ મોકલીને વોટ્સએપ પર શું પૂછે છે સરકાર?, કોંગ્રેસે કરી ટીકા
તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યા છે. બધા જાણે છે કે તપાસ એજન્સીઓએ મોટા પાયે ભાજપને ફાયદો કરાવ્યો છે. બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષની આર્થિક સ્થિતિ પર સતત પ્રહારો થઈ રહ્યા છે. આ બધું અલોકતાંત્રિક છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે એક મહિના પહેલા અમારા તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. કોઈ કોર્ટ, કોઈએ કંઈ કહ્યું નહીં. ભારતના 20 ટકા લોકો અમને મત આપે છે અને અમે કાર્યકર્તાઓને બે રૂપિયા પણ આપી શકતા નથી. અમારા નેતાઓ મુસાફરી કરી શકતા નથી, અમે જાહેરાત કરી શકતા નથી. આ મુદ્દો 14 લાખ રૂપિયાનો છે, તેઓએ અમારા પર 200 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે આ એક ગુનાહિત કૃત્ય છે, જે વડા પ્રધાન કરી રહ્યા છે. કોર્ટ અને ઈલેક્શન કમિશન કંઈ નથી બોલી રહ્યા. કોંગ્રેસને નબળી પાડવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. માત્ર બેંક ખાતાઓ જ ફ્રીઝ નથી કરવામાં આવ્યા, પરંતુ ભારતીય લોકશાહીને ફ્રીઝ કરવામાં આવી છે.