Operation Sindoor: દેશની સેના પર અમને ગર્વ છેઃ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ પહેલાગામમાં 22મી એપ્રિલે 26 નિર્દોષ લોકોને તેમના ધર્મ પૂછી પૂછીને મારી નાખનારા આતંકવાદીઓને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે ઠેર ઠેરથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય સેના, નૌસેના, વાયુસેનાએ સંયુક્ત રીતે આતંકવાદી કેમ્પ પર હુમલો કરી 100 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યાના સમાચાર બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના પ્રતિક્રિયા આપી છે.
રાહુલે તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે અમને આમારા સશસ્ત્ર સેના પર ગર્વ છે. જય હિન્દ. જ્યારે કૉંગ્રેસે તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર લખ્યું જય હિન્દ કી સેના.
ખરગેએ પણ આપી પ્રતિક્રિયા
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને પીઓકેમાંથી ફેલાયેલા આતંકવાદ સામે ભારતની એક અડગ રાષ્ટ્રીય નીતિ છે. અમને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ નષ્ટ કરી નાખી છે. તેમના સંકલ્પ અને હિંમતની પ્રશંસા કરીએ છીએ. પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી જ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઉભી રહી છે. રાષ્ટ્રીય એકતા હાલના સમયની જરૂરિયાત છે.
આ પણ વાંચો….ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો પહલગામ હુમલાનો બદલો, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યવાહીની વિગતો