‘વડાપ્રધાન મોદી દેશના દુશ્મન છે’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ પર કર્યાં મોટા આક્ષેપો | મુંબઈ સમાચાર
નેશનલ

‘વડાપ્રધાન મોદી દેશના દુશ્મન છે’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ પર કર્યાં મોટા આક્ષેપો

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટેરિફ મામલે વિવાદ તો ચાલી રહ્યો છે. અનેક રાજકીય નેતાઓએ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. તેવામાં હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ એક નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતું નિવેદન આપ્યું છે. આ મુદ્દે પીએમ મોદી પર વાક્ પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભલે મિત્ર હોય પરંતુ પીએમ મોદી હવે દેશના દુશ્મન બની ગયાં છે.

આ દોસ્તી ભારતને દેશને નુકસાન પહોંચાડી રહી છેઃ ખડગે

મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી ભારતને દેશને નુકસાન પહોંચાડી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 50 ટકા ટેક્સ લગાવીને આપણા લોકોને નુકસાન પહોંચાડ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દેશ પહેલા આવે છે, મિત્રતા પછી આવે છે! ટેરિફ અંગે વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આક્ષેપ કર્યો છે.

GST દરોમાં સુધારા પર શું બોલ્યાં મલ્લિકાર્જુન ખડગે?

કોંગ્રેસના રાષ્ટ્રીય મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને વિનંતી કરી કે, ભારતે તેની જૂની તટસ્થ અને બિન-જોડાણવાદી વિદેશ નીતિને વળગી રહેવું જોઈએ. આ સાથે, GST દરોમાં સુધારા પર પણ મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવદેન આપ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ગરીબોના હિતમાં લેવાયેલું પગલું સ્વાગત છે, પરંતુ ભાજપ સરકારે વર્ષોથી લોકોને મુશ્કેલીમાં મૂક્યા. આ સાથે સાથે મલ્લિકાર્જુન ખડગેએ ચીન મુદ્દે પણ વાક્ પ્રહાર કર્યાં હતાં.

ચીન મુદ્દે પણ પીએમ મોદી પર ખડગેએ વાક્ પ્રહાર કર્યા

મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે, ચીન સરહદો મામલે વિવાદ કરી રહ્યું છે. તેવામાં હવે પીએમ મોદી ખૂદ ચીનમાં જઈ રહ્યાં છે. મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્રમ્પ સાથે મિત્રતા કરીને ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના વખાણ કર્યાં હતા અને પીએમ મોદીએ પણ અંગે ટ્વીટ કરીને જવાબ પણ આપ્યો હતો.

આ પણ વાંચો…કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદી અને આરએસએસ પર કર્યાં આકરા પ્રહાર, શું કહ્યું જાણો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button