નવા બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર! આક્ષેપોમાં કેટલું સત્ય? | મુંબઈ સમાચાર
નેશનલ

નવા બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર! આક્ષેપોમાં કેટલું સત્ય?

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન ત્રણ બિલ રજૂ કર્યાં હતા. જેથી લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા બિલ પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારના નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ આપણને મધ્યયુગીન કાળમાં પાછા લઈ જઈ રહ્યું છે. ભાજપ દેશને હવે રાજાશાહી તરફ પાછળ જઈ રહ્યાં છે. રાજા પોતાની મરજીથી કોઈપણને તેના પદ પરથી દૂર કરી શકતા હતા. સરકારના આ બિલમાં પણ કંઈક આવું જ છે.

ત્રણ બિલ બાબતે કેન્દ્ર સરકારે કર્યા સવાલો

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે ભાજપ રાજાશાહી પાછી લાવવા માંગે છે તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ ત્રણ બિલ બાબતે કેન્દ્ર સરકાર પર સીધા વાક્ પ્રહારો કર્યાં છે. આ સાથે સાથે બિલની આલોચના પણ કરી છે. રાહુલ ગાંધીનો આરોપ એવો છે કે, સરકાર હવે નેતાઓ, પ્રધાનો અને સાંસદોને કંટ્રોલ કરવાનું બિલ લાવી રહી છે. જો કે, આ બિલનો સંસદમાં વિપક્ષે વિરોધ પણ કર્યો છે. અમિત શાહ સામે જ વિપક્ષી સાંસદોએ બિલને ફાડી નાખ્યું હતું.

આખરે સરકાર આ બિલ કેમ લાવવા માંગે છે?: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે, પોતાના વિસ્તારમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિનો ચહેરો જો સરકારને પસંદ નહીં આવે તો તેઓ તેમની પાછળ ED મોકલશે અને પછી કેસ નોંધશે. જેથી જેતે નેતા પર ફરિયાદ થાય અને તેનું પદ છીનવાઈ જાય! લોકશાહી રીતે ચૂંટાયેલા વ્યક્તિને 30 દિવસની અંદર હટાવવામાં આવશે. રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો છે કે, આખરે સરકાર આ બિલ કેમ લાવવા માંગે છે? સરકાર સરમુખત્યાર જેવું વર્તન કરી રહી છે. તે કોઈનું સાંભળવા તૈયાર નથી! રાહુલ ગાંધી સહિત મોટાભાગના વિપક્ષી સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો અને કેન્દ્ર સરકાર પર વાક્ પ્રહારો કર્યાં છે.

આપણ વાંચો: જેપી નડ્ડાનો કોંગ્રેસ પર આકરો પ્રહાર: ગોળીઓ ખાતા રહ્યા અને બિરયાની ખવડાવતા રહ્યા…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button