Congress: કોંગ્રેસ બેંક ખાતાઓ ફ્રીઝ! ઇન્કમ ટેક્સ વિભાગે માંગી રીકવરી, કોંગ્રેસે સરકાર પર લગાવ્યા આરોપ
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકન( Ajay Maken)ને આજે પત્રકાર પરિષદમાં સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ બંનેના ખાતા ફ્રિઝ(Congress bank account Freeze) કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે અમારી પાસેથી કુલ 210 કરોડ રૂપિયાની રિકવરી માંગી છે.
અમને બે દિવસ પહેલા ખબર પડી કે અમે જે ચેક ઈસ્યુ કરીએ છીએ પણ બેંકો પૈસા નથી આપી રહી. અમે તપાસ કરી તો અમને જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના તમામ ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અમારા ખાતાઓ નહીં પણ આપણા દેશમાં લોકશાહી ફ્રિઝ ગઈ છે.
અજય માકને કહ્યું કે 2018-19નું આવકવેરા રિટર્ન કોંગ્રેસ દ્વારા ભરવામાં 40-45 દિવસનો વિલંબ થયો, આ સંદર્ભે આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરી માંગી છે. અત્યારે અમારી પાસે ખર્ચવા માટે એક પણ પૈસો નથી.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ રાજકીય રીતે પ્રેરિત છે અને પક્ષની ચૂંટણી તૈયારીઓને વિક્ષેપિત કરવા માટે વ્યૂહાત્મક રીતે આ સમએ ખતા ફ્રિઝ કરાયા છે.
તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં આવું ન થવું જોઈએ જ્યાં, એક જ પક્ષ પોતાની ઈચ્છા મુજબ કામ કરે અને જ્યાં મુખ્ય વિરોધ પક્ષને આ રીતે ગૌણ બનાવી દેવામાં આવે. અમે ન્યાયતંત્ર, મીડિયા અને લોકો પાસેથી ન્યાય ઈચ્છીએ છીએ. અમે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી છે, ત્યાં સુનાવણી ચાલી રહી છે.
અમે સુનાવણી પહેલાં ખુલાસો કરવાનું યોગ્ય માન્યું નહીં. ગઈકાલે અમને જાણવા મળ્યું કે અમારા વકીલ વિવેક ટંખાનાના પણ કુલ 4 વધુ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે અમારા ખાતાઓ નહીં પણ આપણા દેશમાં લોકશાહી ફ્રિઝ ગઈ છે. આ પૈસા કોર્પોરેટ જગતમાંથી મળેલા પૈસા નથી. આ ક્રાઉડ ફંડિંગ મની છે. આ નાણાં ભારત સરકાર દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ કોર્પોરેટ બોન્ડમાંથી એ જ પૈસા વાપરી રહી છે જેના પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.
તેમણે ખાતાઓ ફ્રીઝ કરવાના સમય અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા કે સામાન્ય ચૂંટણી પહેલા ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે “અત્યારે, અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. વીજળીના બિલ, કર્મચારીઓનો પગાર, ન્યાય યાત્રા, દરેક વસ્તુ પર અસર પડી છે. સમય જુઓ; આ સ્પષ્ટ છે, અમારી પાસે માત્ર એક PAN છે, અને ચાર ખાતા બધા જોડાયેલા છે.”