નેશનલ

કોંગ્રેસે કરી એસસી, એસટી, ઓબીસીને ખાનગી કોલેજોમાં અનામતની માંગ; 20 વર્ષ પહેલા કરી હતી પીછેહઠ…

નવી દિલ્હી: કોંગ્રેસે 20 વર્ષ પહેલા જે મુદ્દે પોતાને દૂર કરી લીધી હતી તે જ મુદ્દે ફરીથી માંગ કરી છે. કોંગ્રેસે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ જાતિગત આરક્ષણ આપવાની માંગ કરી છે, બંધારણના અનુચ્છેદ 15 (5) હેઠળ ખાનગી સંસ્થાઓમાં પણ OBC, SC અને ST વર્ગ માટે અનામત આપવું જોઈએ તેવી સંસદીય સમિતિની ભલામણને સમર્થન આપતાં તેમણે આ માગ કરી હતી.

20 વર્ષ બાદ કરી કોંગ્રેસ માગ

કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે સોમવારે આ માંગણી કરી હતી. તેમણે બંધારણના અનુચ્છેદ 15 (5) અંતર્ગત ખાનગી સંસ્થાઓમાં પણ OBC, SC અને ST વર્ગને અનામત આપી શકાય છે તેવી સંસદીય સમિતિની ભલામણને સમર્થન આપતાં તેમણે આ માંગણી કરી હતી. ખાસ વાત એ છે કે આ મુદ્દો લગભગ 20 વર્ષ પહેલા ઉભો થયો હતો અને બંધારણમાં સુધારા બાદ પણ, કોંગ્રેસનાં નેતૃત્વવાળી તત્કાલીન UPA-1 સરકારે તેનાથી પીછેહઠ કરી હતી.

આ પણ વાંચો:સોનિયા ગાંધીનો નવી શિક્ષણ નીતિ પર પ્રહાર, વ્યાપારીકરણનો આરોપ

2008માં સુપ્રીમ કોર્ટમાં થઈ હતી સુનાવણી

યુપીએ સરકારે 2006 માં આ જોગવાઈ હેઠળ સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુશન એક્ટ પસાર કર્યો હતો. તે અંતર્ગત સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ માટે આવી કોઈ જોગવાઈ નહોતી. જયરામ રમેશે કહ્યું કે આ મામલાની સુનાવણી 2008માં સુપ્રીમ કોર્ટમાં પણ થઈ હતી, જેણે તેને સમર્થન આપ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ખાનગી સંસ્થાઓમાં પ્રવેશમાં અનામતના પ્રશ્ન પર પણ વિચાર કરી શકાય છે.

આ પણ વાંચો: UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….

લોકસભા ચૂંટણીમાં આપ્યું હતું વચન

કોંગ્રેસે એક નિવેદન જારી કરીને કહ્યું કે કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે SC, ST અને OBC સમુદાયના લોકો બંધારણીય રીતે ખાનગી સંસ્થાઓમાં અનામત મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે 2024ની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આ અનામતનું વચન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button