PM મોદીની ‘ઓપરેશન સિંદૂર’ ટ્વીટ મુદ્દે વિવાદ: કોંગ્રેસે ક્રિકેટની યુદ્ધ સાથે સરખામણીને વખોડી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતી ટવિટ લખી હતી, પરંતુ હવે આ ટવિટ પણ વિવાદમાં પડી છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીની ટવિટની ટીકા કરતા કહ્યું હતું કે ક્રિકેટ મેચની તુલનામાં યુદ્ધના મેદાન સાથે કરવાનું યોગ્ય નથી.
એક્સ પર “ઓપરેશન સિંદૂર” પોસ્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે ક્રિકેટ મેચની તુલના યુદ્ધના મેદાન સાથે કરવી યોગ્ય નથી, પરંતુ જ્યારે વડા પ્રધાને આવી સરખામણી કરી છે, ત્યારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી શીખવાની જરૂર છે કે જ્યારે કોઈ વિજયની નજીક હોય છે, ત્યારે “સારા કેપ્ટન કોઈ પણ ત્રીજા અમ્પાયરના આદેશ પર યુદ્ધવિરામની જાહેરાત કરતા નથી. રવિવારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ફાઇનલની તુલના ઓપરેશન સિંદૂર સાથે કરી હતી અને કહ્યું હતું કે પરિણામ ભારતની જીત જેવું જ હતું.
આ પણ વાંચો: મેદાનમાં ભોંઠા પડ્યા પછી PM મોદીની ટ્વીટે પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું! નકવી-આસીફ ભડક્યા
રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર. પરિણામ સમાન છે – ભારત જીત્યું! આપણા ક્રિકેટરોને અભિનંદન, એમ તેમણે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું. પોસ્ટને ટેગ કરતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ કહ્યું, “વડા પ્રધાનજી, સૌ પ્રથમ, ક્રિકેટ મેચની તુલના યુદ્ધના મેદાન સાથે કરવી યોગ્ય નથી.
બીજું, જો તમે સરખામણી કરી જ છે, તો તમારે ભારતીય ટીમ પાસેથી શીખવાની જરૂર છે કે જ્યારે તમે વિજયની નજીક હોવ છો, ત્યારે સારા કેપ્ટન કોઈ ત્રીજા અમ્પાયરના આદેશ પર યુદ્ધવિરામની જાહેરાત કરતા નથી,” એમ તેમણે હિન્દીમાં એક પોસ્ટમાં કહ્યું, જે કોંગ્રેસના દાવા તરફ સ્પષ્ટ રીતે ધ્યાન દોરે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના કેન્દ્રએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટમ્પના દબાણ હેઠળ ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
ભારતે ૨૨ એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલા બાદ તેના લશ્કરી ઓપરેશનને “ઓપરેશન સિંદૂર” નામ આપ્યું હતું. રવિવારે દુબઈમાં એક રોમાંચક ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ભારતે તેનું નવમું એશિયા કપ ટાઇટલ મેળવ્યું હતું.