કોંગ્રેસે ઉમેદવારોનું છેલ્લુ લિસ્ટ કર્યું જાહેર, કુલ 312 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જુઓ યાદી
નવી દિલ્હી: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન કોંગ્રેસે તેના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામ છે, એટલે કે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે 312 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આ ઉપરાંત બેઠક પર ક્યારે ચૂંટણી યોજાવાની છે તેની માહિતી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 421 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
આપણ વાંચો: કોંગ્રેસે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર , જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ
આ યાદીમાં તમામ ઉમેદવારોના નામ છે, પછી તે દિગ્વિજય સિંહની સીટ રાજગઢ હોય કે સહારનપુર સીટ કે જેના પર ઈમરાન મસૂદને ટિકિટ આપવામાં આવી હોય. રાયબરેલીના ઉમેદવાર રાહુલ ગાંધીનું નામ પણ આ યાદીમાં છે. નોંધવા જેવી બાબત એ છે કે રાયબરેલીમાં 5માં તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. તે જ રીતે, અમેઠીમાં પણ પાંચમા તબક્કામાં ચૂંટણી યોજાશે, અહીંથી કોંગ્રેસે કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.
જ્યારે આ લિસ્ટમાં કોંગ્રેસે યુપીના વારાણસીથી PM મોદીની સામે અજય રાયને ટિકિટ આપી છે, સાતમા તબક્કામાં વારાણસીમાં ચૂંટણી થવાની છે. અધીર રંજન ચૌધરીને બેરહામપુરથી ટિકિટ આપવામાં આવી છે, આ સીટ પર ચોથા તબક્કામાં ચૂંટણી થવાની છે. આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે ચૂંટણી પંચે ચોથા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે 13 મેના રોજ યોજાનાર છે. આ તબક્કામાં 1717 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.