કોઈમ્બતુરમાં વિદ્યાર્થિનીનું અપહરણ અને ગેંગરેપ કેસ; પોલીસે 3 આરોપીને ગોળી મારી

કોઈમ્બતુર: રવિવારે સાંજે તામિલનાડુના કોઈમ્બતુર એરપોર્ટ નજીક એક વિદ્યાર્થિનીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, આ ઘટનાને કારણે રાજ્યભરમાં રોષની લાગવી ફેલાઈ હતી. તામિલનાડુ પોલીસે આ કેસમાં તુરંત કાર્યવાહી કરી ત્રણ શખ્સોની ધરપડક કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓને શોધવા સાત ટીમો બનાવવામાં આવી હતી. ધરપકડના પ્રયાસ દરમિયાન ત્રણેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે ત્રણેયને પગમાં ગોળી મારવી પડી હતી.
હેડ કોન્સ્ટેબલ ઘાયલ:
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, “કોઈમ્બતુર શહેરની બહાર આવેલા વેલ્લાકિનારુમાં ધરપકડના પ્રયાસ દરમિયાન આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, પોલીસે પગમાં ગોળી મારી હતી. આરોપીઓની ઓળખ ગુના, કરુપ્પાસ્વામી અને કાર્તિક ઉર્ફે કાલીશ્વરન તરીકે થઇ છે, તમામ આરોપીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં એક એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા હતો.”
રાતના 11 વાગ્યે બની ઘટના:
અહેવાલ મુજબ રવિવારે સાંજે વિદ્યાર્થિની કોઈમ્બતુર એરપોર્ટ નજીક એક પુરુષ મિત્ર સાથે કારમાં બેઠી હતી, રાતના 11 વાગ્યાના અરસામાં ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કારના કાચ તોડી નાખ્યા, મિત્રને માર માર્યો અને વિદ્યાર્થિનીને એક અજ્ઞાત સ્થળે લઈ ગયા જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોમવારે પીડિતાને ઘયલ હાલતમાં મળી આવી હતી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
ભાજપના રાજ્ય સરકાર પર આરોપ:
આ ઘટનાને કારણે તમિલનાડુમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈએ તમિલનાડુમાં કથળતી કાયદો અને વ્યવસ્થા સ્થતિ તથા મહિલાઓ અને બાળકો સામે વધતા જાતીય ગુનાઓ અંગે DMK સરકારની ટીકા કરી હતી.
આપણ વાંચો: સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવતી એર ઇન્ડિયા ફ્લાઇટને મંગોલિયા ડાયવર્ટ કરાઈ, જાણો શું છે કારણ…
 


