નેશનલ

મંદીની નહીં તેજીની વાત: આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની 80 ટકા કર્મચારીઓનો પગાર વધારશે…

ચેન્નઈ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે IT ક્ષેત્રની જાણીતી ટાટા કન્સલટન્સી સર્વિસ કંપની તેના 12,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જેની વૈશ્વિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે છટણીની ચર્ચાઓ વચ્ચે એક IT કંપની પોતાના કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવી છે. કોગ્નિઝન્ટ (Cognizant) કંપનીએ પોતાના કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરી છે.

કંપનીના 80 ટકા કર્મચારીઓને થશે લાભ
કોગ્નિઝન્ટ (Cognizant) કંપનીએ જાહેરાત કરી છે કે, 1 નવેમ્બર, 2025થી કંપનીના 80 ટકા યોગ્ય કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે. બાકીના 20 ટકા કર્મચારીઓ પૈકીના C-લેવલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને કંપની અને તેમના બિઝનેસ યુનિટના પ્રદર્શનના આધારે પગાર વધારો આપવામાં આવશે.

કર્મચારીઓને આપ્યું સૌથી વધારે બોનસ
કોગ્નિઝન્ટ કંપનીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને યુએસ ટેરિફના કારણે કંપની દ્વારા કર્મચારીઓના પગાર વધારામાં વિલંબ થયો છે. જોકે, અમે તાજેતરમાં કર્મચારીઓને ત્રણ વર્ષમાં સૌથી વધુ બોનસ આપ્યું છે. જે દર્શાવે છે કે કંપની કર્મચારીઓના પ્રદર્શનને મહત્વ આપે છે.

અન્ય કંપનીઓ પર પગાર વધારાનું દબાણ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ TCS એ પણ 1 સપ્ટેમ્બરથી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણયના કારણે હવે વિપ્રો (Wipro) અને ઈન્ફોસિસ (Infosys) જેવી અન્ય કંપનીઓ પર પણ પગાર વધારવાનું દબાણ વધી શકે છે.

આ પણ વાંચો…આઇટીઆઇમાં હવે મેનેજમેન્ટ સહિત 20 નવા અભ્યાસક્રમો ભણાવાશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button