ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ

રાંચીઃ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અસર થઈ છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં સીસીએલ કર્મા પ્રોજેક્ટમાં ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા ગયેલા ચાર ગ્રામજનોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આ સાથે છ ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ ઘટના જિલ્લાના કર્મા વિસ્તારમાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ પર તવાઈ, 150 ગેરકાયદે ખાણ પર સરકારની કાર્યવાહી
ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું
પોલીસે આપેલી વિગતો પ્રમાણે કેટલાક ગ્રામજનો કોલસાના ગેરકાયદેસર ખાણકામમાં સામેલ હતા. રામગઢના ડેપ્યુટી કમિશનર ફૈઝ અક અહેમદ મુમતાઝે જણાવ્યું હતું કે, અમને સવારે ઘટનાની માહિતી મળી હતી.
આ મામલાની તપાસ માટે એક વહીવટી ટીમ સ્થળ પર મોકલવામાં આવી છે.હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ થયા છે કે, જો અહીં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન થઈ રહ્યું હતું તો તંત્રને કેમ જાણ નહોતી? અને જો જાણ હતી તો પછી પહેલા કાર્યવાહી કેમ ના કરવામાં આવી?
આપણ વાંચો: શું છે રેટ હોલ ટેક્નોલોજી? જે છે તો જીવલેણ પણ આ ઓપરેશન સફળ થવાનું કારણ…
ચાર લોકોના મોત અને 6 ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ થયા
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કર્મા પ્રોજેક્ટમાં સીસીએલ કોલસા ખોદકામ ચાલી રહ્યું હતું. શનિવારે સવારે ગ્રામજનો કોલસો કાઢવા માટે પહોંચ્યા હતા, જ્યાં અચાનક ખાણ ધસી પડી અને કોલસો કાઢતી વખતે 4 ગ્રામજનોના મોત થયા.
જ્યારે 6 ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેમાં એકનો પગ ગંભીર રીતે ઘાયલ થયો છે અને બીજી મહિલાની પીઠ તૂટી ગઈ છે.
આ સમગ્ર ઘટના બાદ પરિવારજનોના મૃતહેદને લઈને ધરણા પર બેઠા છે. તેમની માંગણી છે કે, મૃતકોના પરિવારને વળતર આપવામાં આવે છે.