યોગી આદિત્યનાથ બીજા દિવસે વિપક્ષો પર વરસ્યા, કહ્યું અકબરના કિલ્લાને જાણનારા સરસ્વતી મહાકૂપથી અજાણ…

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર વિપક્ષને ઘેર્યો હતો. મૌની અમાવસ્યાના રોજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સરકાર અસરગ્રસ્ત પરિવારોની પડખે ઊભી છે અને શક્ય તેટલી મદદ પૂરી પાડશે પણ આ મુદ્દા પર રાજકારણ રમવું કેટલું યોગ્ય છે?
આ તમારું જનરલ નોલેજ: CM યોગી
મુખ્ય પ્રધાન યોગીએ સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલની ભાષા સામે પ્રશ્ન કરતાં કહ્યું કે આ કોઈ પણ સભ્ય સમાજની ભાષા હોઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે સપાના નેતાઓ અકબરના કિલ્લા વિશે જાણતા હતા, પરંતુ અક્ષયવટ અને સરસ્વતી કૂપના મહત્વથી અજાણ હતા. મહાકુંભ અને પ્રયાગરાજ વિશે આટલું જ તેમનું જનરલ નોલેજ છે.
આપણ વાંચો: ‘વિપક્ષ બાળકોને કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા ઈચ્છે છે’ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આવું કેમ કહ્યું?
વીડિયોના મુદ્દે સમાજવાદી પાર્ટીને ઘેરી
મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવેલા વીડિયોને મુદ્દે વિપક્ષ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે કાહીરા, નેપાળ અને ઝારખંડમાં બનેલી કોઈ ઘટનાના વીડિયોને મહાકુંભ સાથે જોડીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અથવા દેશમાં બનેલી અન્ય કોઈ ઘટનાને મહાકુંભની ભાગદોડ સાથે જોડીને અફવા ફેલાવવામાં આવી રહી છે. અંતે, આ કોણ લોકો હતા જેમણે આ કર્યું?
આપણ વાંચો: મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ
ઉર્દૂનો મુદ્દો પણ ચર્ચામાં
હાલ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન ઉર્દૂનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ત્યારે મુખ્ય પ્રધાન યોગીએ એક શાયરી કહી હતી અને કહ્યું કે આ બધું ઉર્દૂ નથી, આ બધું હિન્દી છે.
જ્યારે ગૃહમાં ઉત્તર પ્રદેશની સ્થાનિક બોલીઓને મહત્વ આપવામાં આવ્યું ત્યારે વિપક્ષના નેતાએ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે હિન્દી આ ગૃહની ભાષા છે. બધી ભાષાઓની લિપિ દેવનાગરી છે. તેમણે વિરોધ પક્ષ પર કટાક્ષ કરતાં કહ્યુંહતું કે દરેક સારી વસ્તુનો વિરોધ કરવો એ સપા (સમાજવાદી પાર્ટી)ની સંસ્કૃતિ છે.