
દેહરાદુન: આ વર્ષે ચોમાસા દરમિયાન ઉત્તરભારતના પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનામાં વધારો થયો છે. એવામાં આજે મંગળવારે વહેલી સવારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે. બે લોકો લાપતા હોવાના અહેવાલ છે. હજુ પણ કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે.
અહેવાલ મુજબ દહેરાદૂન પાસે પર્વતીય ભાગમાં વાદળ ફાટવાને કારણે કાટમાળ શહેરની મુખ્ય બજારમાં ધસી આવ્યો હતો. કેટલીક હોટલોને ભારે નુકસાન પહોંચ્યું છે અને સાત થી આઠ દુકાનો સંપૂર્ણપણે નાશ પામી હતી. પાણીના ઘસમસતા પ્રવાહમાં બે લોકો વહી ગયા હોવાના અહેવાલ છે.
જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. ગુમ થયેલા બે લોકોની તપાસ અને બચાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. NDRF, SDRF, PWD અને અન્ય અધિકારીઓએ બચાવ કાર્ય શરુ કર્યું છે.
વહેલી સવારે અચાનક વાદળ ફાટતા લગભગ 100 લોકો ફસાયા હતા, સ્થાનિક લોકોએ મદદે આવીને તેમનું તેમનું રેસ્ક્યુ કર્યું હતું.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી X પર પોસ્ટ કરીને લખ્યું કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
દેહરાદૂનમાં વાદળ ફાટવાને કારને ઋષિકેશમાં ચંદ્રભાગા નદી કાંઠા તોડીને વહી રહી છે, જેને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. હાઇવે પર પાણી ભરાઈ જતાં નદીમાં ત્રણ લોકો ફસાયા હતા. SDRF ટીમે તેમને બચાવી લીધા હતા.
Nature's beauty carries its own fury.
— Yash Tiwari (@DrYashTiwari) September 16, 2025
Last night in Sahastradhara, Dehradun, the gentle streams turned into a furious river. A sudden #cloudburst washed away the calm and left fear in its place. I pray the missing return safely and the mountains find their silence again.
pic.twitter.com/ahgjh8NI2x
તમસા નદીમાં પૂર આવવાને કારણે દહેરાદૂનના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે, ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે મંગળવારે પણ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે.