નેશનલ

પાર્ટીનું શુદ્ધિકરણ કરી નાખોઃ સિદ્ધુએ હિમાચલ પ્રદેશના સંકટ બાદ આપી કૉંગ્રેસને સલાહ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ગઈકાલથી ચાલી રહેલા રાજકીય ગરમાવા બાદ હાલમાં તો કૉંગ્રેસને રાહત થઈ છે, પરંતુ આવા સંકટ આવતા રહે છે ત્યારે ક્રિકેટર અને નેતા નવજોત સિદ્ધુએ રોષ વ્યક્ત કરી પક્ષને વણમાગી સલાહ આપી દીધી છે. જોકે સિદ્ધુ પોતે પાર્ટી બદલવા માટે જાણીતો છે.

સિદ્ધુએ બુધવારે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર પાર્ટીના છ ધારાસભ્યો પર જોરદાર હુમલો કર્યો. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસ પાર્ટીને રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસનો બચાવ કરતાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે ઘણા બદમાશ છે… જેઓ CBI જેવી એજન્સીઓના ઈશારે અંદર કામ કરી રહ્યા છે. તેઓ અંદરોઅંદર નાચી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે એવા નેતાઓથી છૂટકારો મેળવ્યો છે જેઓ સામૂહિક કલ્યાણને બદલે વ્યક્તિગત લાભ ને પ્રાથમિકતા આપે છે.

ક્રિકેટરે માત્ર ડૉ. અભિષેક મનુ સિંઘવી સાહેબનું જ નહીં આ ખૂબ મોટું નુકસાન છે, પરંતુ તેનાથી પણ ઘણું મોટું પોસ્ટ કર્યું… એવા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની જરૂર છે જેઓ સામૂહિક લાભને બદલે વ્યક્તિગત લાભને પ્રાધાન્ય આપે છે, કારણ કે તેમના કારણે પક્ષના અસ્તિત્વને ઊંડો ઘા લાગે છે. શરીરના ઘા ભલે રૂઝાય, પણ માનસિક ઘા તો રહે જ… તેમનો ફાયદો એ કોંગ્રેસના કાર્યકરોનું સૌથી મોટું દર્દ છે. વફાદારી જ સર્વસ્વ નથી, પણ એકમાત્ર વસ્તુ છે!!!”

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુની ટિપ્પણીઓએ તેમની અને કોંગ્રેસ વચ્ચેના તણાવને પણ ફરી ઉજાગર કર્યો છે. સિદ્ધુએ પાર્ટીની મંજૂરી વિના પંજાબમાં રેલીઓ યોજી હતી. વરિષ્ઠ નેતાઓ અમરિન્દર સિંહ, રાજા વારિંગ અને પ્રતાપ સિંહ બાજવાએ સિદ્ધુને ચેતવણી આપી હતી. પંજાબમાં કૉંગ્રેસની હારના કારણોમાંનું આ પણ એક કારણ માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button