‘તમારા અસીલો ઝડપથી નારાજ થઈ જાય છે’; સુનાવણી દરમિયાન CJI ગવઈએ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: ગઈ કાલે કોર્ટની સુનાવણી દરમિયાન એક વકીલે ભારતના મુખ્ય ન્યાયધીશ(CJI) બી આર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, વકીલ CJIએ અગાઉ એક કેસમાં કરેલી ટિપ્પણીથી નારાજ હતો. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ચર્ચા કરવામાં આવી રહી છે.
આજે એક કેસની સુનાવણી દરમિયાન CJI બી આર ગવઈએ સુપ્રીમ કોર્ટના નિર્ણયો પછી મીડિયા અને સોશિયલ મીડિયા પર થતી ચર્ચા અંગે કટાક્ષ કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રને કોર્ટરૂમના માઇક્રોફોનને થોડી સેકન્ડ માટે મ્યૂટ કર્યા હતાં, ત્યાર બાદ CJI ગવઈએ વકીલોને કહ્યું કે આજકાલ તમારા અસીલો ઝડપથી નારાજ થઈ જાય છે.
આજે મંગળવારે CJI બી આર ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચ ન્યાયિક સેવામાં મર્યાદિત પ્રમોશન તકોને કારણે એન્ટ્રી-લેવલ હોદ્દા પર નિયુક્ત થયેલા યુવા ન્યાયિક અધિકારીઓની કારકિર્દીમાં સ્થિરતા સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતાં.
સુનાવણી દરમિયાન દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ ચંદ્રનને જસ્ટિસ ગવઈ સાથે વાત કરવી હતી. કોર્ટરૂમમાં વકીલો પણ હાજર હતાં. જસ્ટિસ ચંદ્રને કોર્ટરૂમના માઇક્રોફોન મ્યૂટ કરીને જસ્ટિસ ગવઈ સાથે વાત કરી.
CJI ગવઈએ કહ્યું, “મારા ભાઈને કંઈક કહેવું હતું, પરંતુ અમને ખબર નથી કે તેનું રિપોર્ટીંગ કેવી રીતે રિપોર્ટ કરવામાં આવશે, તેથી તેમણે ફક્ત મને જ આ વાત કહી. અમને ક્યારેય ખબર નથી આજકાલ સોશિયલ મીડિયા પર શું રિપોર્ટ કરવામાં આવે છે. તમારા ક્લાયન્ટ ખૂબ નારાજ થઇ શકે છે.”
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ; PM મોદીએ ગવઈ સાથે વાત કરી, કહ્યું-‘આઘાતજનક કૃત્ય’.