ઇન્ટરનેશનલનેશનલ

ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારતની ચિંતા વધારશે! ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપી ચેતવણી

નવી દિલ્હીઃ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત માટે ચિંતા વધારી રહ્યાં હોવાના એંધાર્ણ છે. કારણે કે, આ ત્રણેય દેશો ભારત પ્રત્યે ઝેર ઘોળવાનુ કામ કરી રહ્યાં છે. જો ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ જાય છે તો તેઓ ભારતની સુરક્ષાને અસર કરી શકે છે. આ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે વિગતો આપીને ચેતવણી આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા 7/10ના સંઘર્ષ અંગે વાત કરતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, બે પરમાણુ સશસ્ત્ર દેશો સીધા સંઘર્ષમાં ઉતર્યા હોય તેવું પહેલી વાર બન્યું છે. આ ભવિષ્ય માટે મોટા ખતરાનો સંકેત છે.

છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાને ચીન પાસેથી 70થી 80 ટકા હથિયારોઓ ખરીદ્યાં

ચીફ ઓફ ડિફેન્સ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષોમાં પોતાના 70થી 80 ટકા હથિયારો અને ઉપકરણો ચીન પાસેથી ખરીદ્યાં છે. ચીને પાકિસ્તાને બહોળા પ્રમાણમાં પાકિસ્તાન સાથે હથિયારોનો વેપલો કર્યો છે’. હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોમાં આર્થિક કટોકટીએ બાહ્ય શક્તિઓને તેમનો પ્રભાવ વધારવાની તક આપી છે, જે ભારત ચિંતાનો વિષય બની શકે છે. એટલું જ નહીં પરંતુ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સંભવિત હિતોનું સંકલન થઈ રહ્યું છે તે ભારતની સ્થિરતા અને સુરક્ષા પર અસર કરી શકે છે. ભારત દરેક બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે. જેના કારણે ભારતને સૈન્ય તાકાતને વધારે મજબૂત કરવામાં આવી રહી છે.

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ચિંતાનો વિષય

ચીને ઓપરેશન સિંદૂર વખતે પોતાનો રંગ દેખાડ્યો હતો અને સ્પષ્ટ કરી દીધું હતું કે તે પાકિસ્તાનનો સાથ આપશે. જો કે, ચીને પાકિસ્તાનને કેટલું સમર્થન આપ્યું તે અંગે ચોક્કસ કહી શકાય નહીં. ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્તરી સરહદો પર કોઈ સંદિગ્ધ ગતિવિધીઓ થઈ નહોતી. પરંતુ પાકિસ્તાનના સર્મથનમાં ચીને એક નિવેદન આપ્યું હતું, જે ચર્ચાનો વિષય છે. મહત્વની વાત એ પણ છે કે, ચીને ભરે ઉત્તરી સરહદ પર કોઈ હલચલ ના કરી હોય પરંતુ તે તણાવમાં પાકિસ્તાનને હથિયારો આપીને સંપૂર્ણ મદદ કરી હતી. કારણે કે, પાકિસ્તાન પાસે 80 ટકા હથિયારો બધા ચીનના જ છે. એવામાં હવે બાંગ્લાદેશ પણ ચીનના નક્શેકદમ પર ચાલે તો ભારત માટે ચિંતાની વાત છે.

આપણ વાંચો:  PM મોદીને મળ્યું 26મું સર્વોચ્ચ નાગરિક સન્માન, બ્રાઝિલમાં દ્વીપક્ષી બેઠકોનો યોજાઈ…

ચીને પડદા પાછળ રહીને પાકિસ્તાનને લશ્કરી સાધનો પૂરા પાડ્યાં

ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યું હતું કે, જ્યારે પાકિસ્તાન ભારત વિરોધી છે તે દેખાઈ આવે છે, જ્યારે ચીન પડદા પાછળ રહીને તેના મિત્ર દેશ (પાકિસ્તાન)ને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું હતું, અને તુર્કીયે પણ પાકિસ્તાનને લશ્કરી સાધનો પૂરા પાડીને મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું હતું. તેમણે કહ્યું કે 7 થી 10 મે વચ્ચેના સંઘર્ષ દરમિયાન, ભારત ખરેખર ઓછામાં ઓછા ત્રણ દુશ્મનોનો સામનો કરી રહ્યું હતું. એટલે ભારત માટે પાકિસ્તાન એક જ દુશ્મન નથી. અન્ય પણ ઘણાં દેશો છે તે ભારતની પીઠ પાછળ ઘા કરી જાય તેવા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button