નેશનલ

હવે હરિયાણાની ભાજપ સરકારે નવો આદેશ બહાર પાડ્યો, બાળકો ગૂડ મોર્નિગને બદલે જય હિન્દ બોલશે

નવી દિલ્હીઃ હવે હરિયાણાની શાળાઓમાં ‘ગુડ મોર્નિંગ’ને બદલે ‘જય હિન્દ’ બોલવું ફરજિયાત બનશે. 15 ઓગસ્ટથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના વધારવાના ઉદ્દેશ્ય સાથે હરિયાણા સરકારના શિક્ષણ વિભાગે આ સૂચના બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદ્યાર્થીઓ શાળામાં ગુડ મોર્નિંગ ને બદલે જય હિન્દ નો ઉપયોગ કરશે.

બે પાનાના આ નોટિફિકેશનમાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે જય હિન્દ બોલવાનું કયા આધારે ફરજિયાત કરવામાં આવ્યું છે તે અંગે વિવિધ દલીલો કરવામાં આવી છે. અને નોટિફિકેશનમાં ‘જય હિન્દ’નું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે.
દેશ પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: Supreme Court એ આપી હરિયાણા સરકારને રાહત, યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ

આવી સ્થિતિમાં શાળાના બાળકો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હરિયાણાની નાયબ સૈની સરકારે આ નિર્ણય લીધો છે જેથી નાની ઉંમરમાં બાળકોમાં દેશ પ્રત્યેની લાગણી જાગી શકે. આ સૂત્ર સુભાષ ચંદ્ર બોઝે આપ્યું હતું.

આ નોટિફિકેશન દ્વારા હરિયાણા સરકાર બાળકોમાં દેશભક્તિ, રાષ્ટ્ર પ્રત્યે આદર, એકતા અને સન્માનની લાગણી જાગૃત કરવા માંગે છે. આ નોટિફિકેશનમાં સરકારે કહ્યું છે કે બાળકોનો સતત વિકાસ થાય અને દેશ પ્રત્યે દેશભક્તિની ભાવના જાગૃત રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર બાળકોમાં સારી ભાવનાનું સિંચન કરે તેનો વિરોધ ન હોઈ શકે, પરંતુ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધરે, બાળકોને સારી સવલતો મળે ને તેમનું ભણસર તેમને સારું આર્થિક જીવન જીવવામાં મદદરૂપ બને તે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button