નેશનલ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન પહોંચ્યા હૉસ્પિટલ, જાણો કારણ

જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા તાજેતરમાં જયપુરની સવાઇ માનસિંહ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમના પિતાને દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આઇસીયુમાં છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માને પેશાબની સમસ્યા ઇલાજ માટે જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

ભજનલાલ શર્માના સીએમ પદના શપથ લીધા બાદ શુક્રવારે રાત્રે કિશન સ્વરૂપની તબિયત બગડી હતી. જેમને પેશાબની સમસ્યાના કારણે એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભજનલાલના પિતા કિશન સ્વરૂપને ડૉક્ટર પ્રકાશ કેસવાનીના મેડિકલ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોની ટીમ ખડે પગે તેમની સારવારમાં રોકાયેલી હતી. સિનિયર તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પર ઘણા ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જેમાં ECG, યુરિન ટેસ્ટ, એક્સ-રે વગેરેનો સમાવેશ થાય છે. જેમાં તમામ ટેસ્ટ નોર્મલ છે. હાલમાં તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમને આજે રજા આપવામાં આવી શકે છે.

મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા સીએમ ભજનલાલ તેમની પત્ની સાથે માતા-પિતાને મળ્યા હતા અને તેમના પગ પણ ધોયા હતા. માતા-પિતા પ્રત્યેના તેમના સમર્પણની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયો હતો. આલ્બર્ટ હૉલમાં શપથગ્રહણ સમારોહ દરમિયાન તેમની માતા અને પત્ની બંને ઉપસ્થિત રહ્યા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button