નેશનલ

છત્તીસગઢના નવા સીએમના માથે છે રૂ. 66 લાખની લોન, જાણો તેમની સંપત્તિ

નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનના નામને લઈ સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું. આ ત્રણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી છે. દરમિયાન, રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ મળી ગયા છે.

પક્ષે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપતા તેઓ છત્તીસગઢના નવા સીએમ બન્યા છે. ચાર વખત સાંસદ, બે વખત વિધાનસભ્ય અને બે વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા વિષ્ણુદેવ સાયની સંપત્તિ કરોડોમાં છે.

વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર તેમની પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. Myneta.com વેબ પોર્ટલ અનુસાર વિષ્ણુદેવ સાય અને તેમના પરિવારની કુલ સંપત્તિ 3,80,81,550 રૂપિયા છે, જ્યારે જવાબદારીની વાત કરીએ તો તે 65,81,921 રૂપિયા છે. 

નવા મુખ્ય પ્રધાનનની નેટવર્થ વિશએ આપણે વાત કરીએ તો તેમની પાસે 3.5 લાખ રૂપિયાની રોકડ છે જ્યારે તેમની પત્ની પાસે 2.25 લાખ રૂપિયાની રોકડ છે. તેમના પરિવાર પાસે કુલ 8.5 લાખ રૂપિયાની રોકડ છે. જો તેમની બેંક ડિપોઝિટ્સની વાત કરીએ તો મુખ્યપ્રધાનના બેંક ઓફ બરોડાના ખાતામાં એક લાખ રૂપિયા, CG રાજ્ય ગ્રામીણ બેંકમાં 82 હજાર રૂપિયા, સ્ટેટ બેંક ખાતામાં 15,99,418 રૂપિયા અને ભારતીય બેંક ખાતામાં માત્ર 2 હજાર રૂપિયાની ડિપોઝિટ છે. તેમની પત્નીના સ્ટેટ રૂરલ બેંક ખાતામાં 10.9 લાખ રૂપિયા જમા છે.

છત્તીસગઢના નવા સીએમના શેર, બોન્ડ કે NSS, પોસ્ટલ સેવિંગ્સમાં કોઈ રોકાણ કર્યું નથી. તેમણે LICની પોલિસીમાં રોકાણ કર્યું છે. 450 ગ્રામ સોનું, 2 કિલોગ્રામ ચાંદી, 5 રત્તી હીરાની વીંટી છે, આ તમામની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. તેમની પત્ની પાસે 200 ગ્રામ સોનું અને ત્રણ કિલો ચાંદી છે. નવા સીએમ પાસે કાર નથી.તેમની પાસે બે ટ્રેક્ટર છે. તેમની પાસે 58,43,700 રૂપિયાની ખેતીલાયક જમીન છે. 27,21,000 રૂપિયાની બિનખેતીની જમીન છે.

જશપુરમાં તેમના નામે એક કમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત 20,00,000 રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય રહેણાંક મકાનોની વાત કરીએ તો તેમની પાસે 1,50,00,000 રૂપિયાની કિંમતના બે મકાનો છે. આ મિલકત ઉપરાંત વિષ્ણુદેવ સાયના નામે બે લોન પણ ચાલી રહી છે, જેમાંથી એક એસબીઆઈમાંથી લેવામાં આવેલી 7 લાખ રૂપિયાની કૃષિ લોન અને 49 લાખ રૂપિયાની હોમ લોન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…