Chhattisgarh election 2023: 500 રુપિયામાં ગેસ સિલેન્ડર અને મહિલાઓને દર વર્ષે 12 હજાર રુપિયા આપીશું: ભાજપનું આશ્વાસન

રાયપૂર: અમારી સરકાર આવશે તો છત્તીસગઢમાં 500 રુપિયામાં ગેસ સિલેન્ડર મળશે. ઉપરાંત નવા ઉદ્યોગો ઊભા કરવા યુવાનોને 50 ટકા લોન પણ આપીશું. 18 લાખ લોકોને વડા પ્રધાન આવાસ યોજના અંતર્ગત ઘર આપીશું. દરેક મહિલાને વર્ષે 12 હજાર રુપિયા આપીશું એવી જાહેરાત ભાજપે કરી છે. આગામી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેરનામું બહાર પાડી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.
કેન્દ્રિય પ્રધાન અમિત શાહની ઉપસ્થિતીમાં ભાજપે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી પાંચ વર્ષમાં છત્તીસગઢ સૌથી વધુ વિકસીત રાજ્ય સ્થાન ધરાવશે. 15 વર્ષમાં અમારી સરકારે રાજ્યના વિકાસ માટે અનેક વિકાસકામો કર્યા છે. ઘણી યોજનાઓ શરુ કરી. સ્થાનિક ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામત આપવામાં આવ્યું. આગામી બે વર્ષમાં એક લાખ પદો માટે ભરતી યોજાશે એમ ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે.
પહેલાં અહીં બે મેડિકલ કોલેજ હતી ભાજપ સરકાર આવ્યા બાદ 15 મેડિકલ કોલેજ થઇ છે. 50 એન્જિનિયરિંગ કોલેજ છે. મેનેજમેન્ટ કોલેજની સંખ્યા વધીને 16 થઇ છે. છત્તીસગઢના વિકાસમાં સૌથી મોટું વિઘ્ન ભૂપેશ બઘેલ છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના એટીએમ છે. અમે લાખો લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરનામું બહાર પાડ્યું છે. એમ અમિત શાહે કહ્યું હતું.
ભાજપે કૃષિ ઉન્નતી યોજના શરુ કરવાની જાહેરાત કરી છે. આગામી બે વર્ષમાં ખાલી પડેલી એક લાખ બેઠકો પર ભરતી કરવામાં આવશે. બેઘર મજૂરોને દર વર્ષે 10 હજાર રુપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. વડા પ્રધાન જન આરોગ્ય યોજાન હેઠળ દરેક પરિવાર ને 5 થી 10 લાખ સુધીનો આરોગ્ય વિમો મળશે. વિદ્યાર્થીઓને કોલેજ આવવા જવા માટે માસિક અર્થ સહાય સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
દરેક ઘરને પાણી મળશે. પબ્લિક સેવા આયોગની પરિક્ષામાં પારદર્શક રીતે યોજાશે. સેન્ટ્રલ ભારત ઇનોવેશન હબ બનાવવા માટે રાયપૂરમાં મોટુ કેન્દ્ર ઊભુ કરવામાં આવશે.