થાઈલેન્ડ અબ દૂર નહીંઃ ગુજરાતીઓના ફેવરિટ વેકશન પ્લાન સસ્તો થઈ શકે?

દિવાળીનો તહેવાર નજીક આવતાં ગુજરાતી પ્રવાસીઓની વેકેશનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે અમદાવાદથી થાઇલેન્ડ અને વિયેટનામ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ખાસ કરીને થાઇ વિયેતજેટ એર ડિસેમ્બરથી અમદાવાદ-બેંગકોક રૂટ પર સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. આ નવી સેવાઓથી મુસાફરોને સસ્તું ભાડું અને વધુ સગવડ મળશે, જે ગુજરાતીઓના પ્રવાસને વધુ આનંદદાયક બનાવશે.
થાઇલેન્ડ ગુજરાતીઓમાં લોકપ્રિય પ્રવાસસ્થળ બની રહ્યું છે, અને આને લીધે થાઇ વિયેતજેટ એરે ડિસેમ્બર 2025થી અમદાવાદથી બેંગકોક માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ ફ્લાઇટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે. આ ઉપરાંત, આ ફ્લાઇટ્સ બેંગકોકથી દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય સ્થળો જેવા કે વિયેટનામના ડાનાંગ, ફુ ક્વોક આઇલેન્ડ અને જાપાનના ટોક્યો, નારિતા જેવા શહેરો સુધી કનેક્ટિવિટી પૂરી પાડશે.
સામાન્ય રીતે થાઈલેન્ડમાં બેચલર ટ્રિપ, ઓફિસ ટ્રિપ અને ફેમિલી ટ્રિપ જેવી ત્રણ પ્રકારની ટ્રિપ થતી જોવા મળે છે. આ તમામ પ્રકારના પ્રવાસીઓ માટે એરલાઇન્સે પૂરતી તૈયારી કરી છે.
હાલમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (SVPIA) પરથી એર ઇન્ડિયા, ઇન્ડિગો, એર એશિયા, થાઇ લાયન, થાઇ એરવેઝ અને વિયેત જેટ જેવી છ એરલાઇન્સ બેંગકોક માટે ઉડાન ભરે છે. ડિસેમ્બરથી થાઇ વિયેટજેટની નવી સેવા ઉમેરાતાં મુસાફરોને વધુ વિકલ્પો અને સ્પર્ધાને કારણે સસ્તું ભાડું મળશે.
ટ્રાવેલ કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ હાલમાં થાઇલેન્ડ અને વિયેટનામ માટેનું હવાઈ ભાડું પ્રમાણમાં સસ્તું છે, પરંતુ સપ્ટેમ્બર બાદ આ ભાડામાં ધીમે ધીમે વધારો થશે. દિવાળી વેકેશન માટે હવે બુકિંગ શરૂ થઈ ગયું છે, અને મુસાફરો વધુ સારા વિકલ્પોની શોધમાં છે.
ગુજરાત, ખાસ કરીને અમદાવાદથી ચાલતી છ એરલાઇન્સની સેવાઓએ પ્રવાસીઓને વધુ સુગમતા આપી છે, અને નવી ફ્લાઇટ્સની શરૂઆતથી આ સગવડમાં વધારો થશે.
આ પણ વાંચો…થાઈલેન્ડમાં PM મોદીએ નિહાળી ‘રામકિયેન’- કહ્યું ભારત અને થાઈલેન્ડ….