ટોપ ન્યૂઝનેશનલ

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: દેશના શહેરોમાં લગભગ દરેક દુકાનદાર અને ફેરીયા પાસે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે પેમેન્ટ સ્વિકારવાની સુવિધા ઉપલબ્ધ થઇ ગઈ છે, જેના કારણે રોકડ વ્યવહાર ખુબ જ ઓછો થઇ ગયો છે. એવામાં છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે સરકાર UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) લાગુ કરી શકે છે. જો કે નાણા મંત્રાલયે બુધવારે આવા તમામ અહેવાલોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતાં.

તાજેતરના વિવિધ સમાચાર માધ્યમોમાં અહેવાલો કેટલાક પ્રકાશિત થયા હતાં, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર મોટા UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાદવાની યોજના બનાવી રહી છે. એક નિવેદનમાં સ્પષ્ટતા કરતા નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આવી પાયાવિહોણી અને સનસનાટીભરી અટકળો નાગરિકોમાં ભય અને શંકા પેદા કરે છે.

UPI ટ્રાન્ઝેક્શન વધ્યા:

UPI નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા મેનેજ કરવામાં આવે છે. NPCIના જણાવ્યા મુજબ મે મહિનામાં 18.68 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા હતાં.

મે મહિનાના આંકડામાં વાર્ષિક ધોરણે UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં ૩૩%નો વધારો દર્શાવે છે, ગયા વર્ષના મે મહિનામાં મહિનામાં 14.03 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા.

આ વર્ષે માર્ચમાં 18.30 અબજ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં, જ્યારે એપ્રિલ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન ઘટીને 17.89 અબજ થયા હતાં. પેમેન્ટ સર્વિમાં ઉભી થયેલી ખામીઓને કારણે આ ઘટાડો નોંધાયો હતો. NPCI દ્વારા રવિવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, આ વર્ષે મે મહિનામાં કુલ રૂ. 25.14 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન હતાં, જે એપ્રિલમાં રૂ. 23.95 લાખ કરોડ હતા.

આ પ્લેટફોર્મનો દબદબો:

ફોનપે અને ગુગલ પે UPI ટ્રાન્ઝેક્શન માટે સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ રહ્યા છે, એપ્રિલ મહિનામાં કુલ UPI ટ્રાન્ઝેક્શનના 80% થી વધુ ટ્રાન્ઝેક્શન આ બે પ્લેટફોર્મ મારફતે થયા હતાં. NPCI એ હજુ સુધી મે મહિના માટે એપ્લિકેશન મુજબ ટ્રાન્ઝેક્શન ડેટા જાહેર કર્યો નથી.

આ પણ વાંચો…UPI સેવાઓમાં મોટા ફેરફારો: બેલેન્સ તપાસવાથી માંડીને ઓટોપે મેન્ડેટ્સ પર નવી મર્યાદાઓ લાગુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button