કેદારનાથ ધામ: શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ ઉત્તરાખંડ(Uttarakhand)માં સ્થિત બાબા કેદારનાથ મંદિર(Baba Kedarnath Temple)ના દ્વાર આજે શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. બાર જ્યોતિર્લિંગોમાંથી એક એવા શ્રી કેદારનાથ ધામના દ્વાર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ખોલાવમાં આવ્યા હતા. દ્વાર ખુલવાની સાથે જ શ્રદ્ધાળુઓના ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી(Pushkarsingh Dhami) તેમના પત્ની ગીતા ધામી સાથે હાજર રહ્યા હતા.
अक्षय तृतीया के पावन अवसर पर बाबा केदारनाथ के जयघोष और मंत्रोच्चार के बीच विधिविधान से केदारनाथ धाम के कपाट खुले।
— Pawankumar Singh Bhati (Modi Ka Parivar) (@pksinghbhati) May 10, 2024
जय श्री बाबा केदारनाथ!#Kedarnath #kedarnathdham pic.twitter.com/33rJz8f9ES
આજે જ્યારે કેદારનાથના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારે વિસ્તારમાં તાપમાન -1 ડિગ્રી હતું. કડકડતી ઠંડી છતાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, તાપમાનમાં ઘટાડો થવાથી તેમનો ઉત્સાહ ઓછો થયો નથી.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી અને તેમની પત્ની ગીતા ધામીએ બાબા કેદારનાથની પૂજા અર્ચના કરી હતી.
બાબ કેદારનાથના દર્શન કર્યા મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે- જય બાબા કેદાર! ચારધામ યાત્રા 2024 પર તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત અને અભિનંદન. આપ સૌને વિનંતી છે કે મુસાફરી દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. ચારધામમાં આવનારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અમારી સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે આ વર્ષની ચારધામ યાત્રાનો શુભારંભ થઇ ગયો છે. ગુરુવારે જ બાબાની પાલખી કેદારનાથ પહોંચી હતી. કેદારનાથના દરવાજા સવારે 7 વાગ્યે ખુલ્ય હતા, યમુનોત્રીના દરવાજા 10.29 વાગ્યે અને ગંગોત્રીના દરવાજા બપોરે 12.20 વાગ્યે ખુલશે. જ્યારે, બદ્રીનાથના દરવાજા 12 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.