યુપીમાં સગીર બ્રાહ્મણ યુવતીનું ધર્માંતરણ કરાવીને 'તૈયબા ખાન' બનાવી મુસ્લિમ યુવકે નિકાહ કર્યા | મુંબઈ સમાચાર

યુપીમાં સગીર બ્રાહ્મણ યુવતીનું ધર્માંતરણ કરાવીને ‘તૈયબા ખાન’ બનાવી મુસ્લિમ યુવકે નિકાહ કર્યા

બહરાઇચ, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં બીજી એક ધર્માંતરણ (Conversion Racket)ની ઘટના પ્રકાશમાં આવી છે. ધર્માંતરણ કેસમાં જમાલુદ્દીન ઉર્ફે છાંગુર (Changur Gang Conversion Racket)ના તાર છેક બહરાઇચ જિલ્લા સાથે પણ જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે. અહીં એક બ્રાહ્મણ યુવતીને મુસ્લિમ બનાવી હોવાનું સામે આવ્યું છે. આ યુવતી જે બ્રાહ્મણ છે તેને હવે તૈયબા ખાન બનાવી દેવામાં આવી છે. જેથી યુવતીના ભાઈ અને માતા સહિત પરિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને વિનંતી કરી છે કે, આ ધર્માંતરણ મામલે કાર્યવાહી કરવામાં આવે અને અમારી દીકરીને બચાવી લેવામાં આવે.

બ્રાહ્મણ છોકરીનું ધર્માંતરણ કરવીને તૈયબા ખાન બનાવી

યુવતીની માતાએ કહ્યું કે, મારી દીકરીનું આ લોકોએ એટલી હદે વશમાં કરી નાખી છે કે, તે હવે પાછી આવવા માટે તૈયાર જ નથી. તેના પિતા યુવતીના પગમાં પડીને મનાવી રહ્યાં છે, છતાં પણ માનવા માટે તૈયાર નથી’. યુવતીના ભાઈએ કહ્યું કે, મારી બહેનને એટલી વશમાં કરી છે કે, તે હવે પોતાના ભાઈ-બહેનને ભૂલીને માત્ર તે લોકોનો સાથ આપી રહી છે. મારી બહેનને તારિક નામના છોકરાએ લાલચ આપીને અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ બારાબંકી જિલ્લાના દેવા શરીફની એક મસ્જિદમાં તેણે ઇસ્લામ ધર્મ અપનાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેનું નામ બદલીને તૈયબા ખાન રાખવામાં આવ્યું છે અને હવે તેણે તારિકે તેની સાથે લગ્ન પણ કરી લીધા છે.

આ ધર્માંતરણ રેકેટમાં છાંગુર ગેંગ સામેલ હોવાની આશંકા

આ મામલે જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે તારિક સાથે લગ્ન કર્યા પછી મુસ્લિમ બની છે. પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ ધર્માંતરણ રેકેટમાં 11 લોકોની ગેંગ કામ કરી રહી છે. યુવતીના ભાઈએ પણ આરોપ લગાવ્યો છે કે, આમાં 100 % છાંગુર ગેંગના લોકો સામેલ છે. જેમાં અનસ અને જીશાનના નામનો બે યુવકો સામેલ છે. આ ગેંગમાં સામેલ લોકો કોઈને કોઈ રીતે મદદ કરતા હોય છે. રૂપિયા, ગાડી, ફોન અને રહેવાની વ્યવસ્થા જેવી મદદ આ ગેંગના લોક કરતા હોય છે.

છાંગુરના લોકો ‘લવ ટ્રેપ’ ગેંગ ચલાવે છેઃ યુવતીનો ભાઈ

યુવતીના ભાઈએ જણાવ્યું કે, છાંગુરના લોકો લવ ટ્રેપ ગેંગ ચલાવે છે. જેમાં હિંદુ ધર્મની છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. આ મુસ્લિમ યુવકો પોતે હિંદુ છે તેવી ફેક આઈડી બનાવતા હોય છે. આ ગેંગમાં બસ્તી જિલ્લાના એક મૌલવી પણ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારે કહ્યું કે, ‘અમારી દીકરી સુરક્ષિત નથી. આરોપીઓએ તેને વેચી દીધી છે. અમારી દીકરી હવે અમારી વાત સાંભળવા માટે જ તૈયાર નથી’. જેથી પરિવારે યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે, આ છાંગુર ગેંગ સામે કાર્યવાહી કરવામા આવે અને દરેક લોકોની ધરપકડ કરવામાં આવે.

આ પણ વાંચો…છાંગુર બાબાનો મોટો ખુલાસો, ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button