SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મળતા ફાયદા થશે બંધ, બેંકે નિયમોમાં કર્યા ફેરફાર | મુંબઈ સમાચાર
નેશનલ

SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મળતા ફાયદા થશે બંધ, બેંકે નિયમોમાં કર્યા ફેરફાર

નવી દિલ્હી: SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. SBI ક્રેડિટ કાર્ડ માટે ઘાણા નીયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આગામી 1 સપ્ટેમ્બરથી આ નિયમોમાં ફેરફાર લાગૂ થવા જઈ રહ્યા છે. એસબીઆઈ કાર્ડે જાહેરાત કરી છે કે આ તારીખથી અમુક ક્રેડિટ કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ્સની સુવિધા બંધ કરવામાં આવશે, જેની સીધી અસર કાર્ડધારકો પર પડશે. આ ફેરફાર ખાસ કરીને લાઇફસ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ, સિલેક્ટ અને પ્રાઇમ કાર્ડ્સને લાગુ પડશે. આ ઉપરાંત, કાર્ડ સુરક્ષા યોજના (CPP)માં પણ ફેરફાર થશે.

એસબીઆઈ કાર્ડે જણાવ્યું છે કે 1 સપ્ટેમ્બર, 2025થી લાઇફસ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ, લાઇફસ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ સિલેક્ટ અને લાઇફસ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ પ્રાઇમ પર રિવોર્ડ પોઈન્ટ્સની સુવિધામાં ફેરફાર થશે. આ કાર્ડ્સ દ્વારા ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ, સરકારી સેવાઓ અને મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર કરવામાં આવતા ખર્ચ પર હવે રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં. આ નિર્ણયથી કાર્ડધારકોના લાભમાં ઘટાડો થશે, જેનાથી ઘણા ગ્રાહકોને આઘાત લાગી શકે છે.

નવા નિયમો અનુસાર, 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર કરવામાં આવતા કોઈપણ ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, સરકારી સેવાઓ અથવા સરકારી લેવડ-દેવડ માટે કરવામાં આવતા ખર્ચ પર પણ રિવોર્ડ પોઈન્ટ્સ બંધ થશે. મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર પણ આવો જ નિયમ લાગુ થશે. આ ફેરફારો ગ્રાહકોના રિવોર્ડ પોઈન્ટ્સ એકઠા કરવાના અનુભવને અસર કરશે, જેનાથી ઘણા ગ્રાહકોને તેમની ખરીદીની ટેવો બદલવી પડી શકે છે.

16 સપ્ટેમ્બર, 2025થી એસબીઆઈ કાર્ડની કાર્ડ સુરક્ષા યોજના (CPP)ના તમામ ગ્રાહકો આપોઆપ અપડેટેડ પ્લાન વેરિઅન્ટમાં ટ્રાન્સફર થશે, જે તેમની રિન્યૂઅલ તારીખના આધારે થશે. આ ફેરફારની સૂચના એસબીઆઈ કાર્ડ દ્વારા નિર્ધારિત તારીખના 24 કલાક પહેલા SMS અથવા ઈમેલ દ્વારા આપવામાં આવશે. આ ફેરફારથી ગ્રાહકોને તેમની સુરક્ષા યોજનાના નવા ફાયદા અને શરતો વિશે જાણવું મહત્વનું રહેશે.

એસબીઆઈ કાર્ડે તાજેતરમાં અન્ય ફેરફારો પણ કર્યા છે, જેમાં જુલાઈ અને ઓગસ્ટ 2025માં કેટલાક કાર્ડ્સ પર ઉપલબ્ધ મફત એર એક્સિડન્ટ કવર બંધ કરવામાં આવ્યું હતું. આ કવર 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું હતું અને એસબીઆઈ એલિટ તેમજ પ્રાઇમ કાર્ડ યુઝર્સને આપવામાં આવતું હતું. આવા સતત ફેરફારો ગ્રાહકોના અનુભવને અસર કરી રહ્યા છે, અને ગ્રાહકોએ નવા નિયમોની વિગતો સમજવી જરૂરી છે.

આ પણ વાંચો…HDFC Bankમાં છે તમારું ખાતું? પહેલાં આ વાંચી લો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button