નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

પરિવર્તનની શરૂઆત બિહારથી જ થશેઃ રાહુલે ફરી મોદી પર તાક્યું નિશાન

પટણાઃ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયા ગઠબંધન મજબૂતી સાથે આગળ વધતું દેખાઈ રહ્યું છે. એક વર્ષ પહેલા જ્યારે ગઠબંધન થયું ત્યારથી લઈ અત્યાર સુધી ગઠબંધનના ઘણા સાથીપક્ષો છૂટા પડયા છે કે તેમના વચ્ચે મનભેદ અને મતભેદ પણ થતાં રહ્યા છે.

જોકે એક સમયે તૂટવાને આરે આવેલું ગઠબંધન ધીમે ધીમે મજબૂત થઈ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પડ્યું છે ત્યારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ભાજપ સામે નિશાન તાકી રહ્યા છે. આજે બિહારમાં જન વિશ્વાસ રેલીનું આયોજન પટણાના ગાંધી મેદાનમાં કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં આરજેડી (RJD) પ્રમુખ લાલુ યાદવ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી દળોના નેતાઓએ ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ પણ જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમણે ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું.

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં વિચારધારાની લડાઈ છે અને પરિવર્તન બિહારથી જ શરૂ થાય છે. તેમણે કહ્યું કે અમારી લડાઈ લોકશાહી બચાવવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું, એક બાજુ નફરત, હિંસા અને અહંકાર છે તો બીજી તરફ પ્રેમ, સન્માન અને ભાઈચારો છે. ઈન્ડિયા એલાયન્સને એક વાક્યમાં સમજી શકાય, નફરતના બજારમાં પ્રેમની દુકાન. નફરતનું સૌથી મોટું કારણ અન્યાય છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાહુલે તેની યાત્રાને ભારત જોડો ન્યાય યાત્રા નામ આપ્યું છે.

રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી માત્ર બે-ત્રણ લોકો માટે કામ કરે છે અને છેલ્લા 10 વર્ષમાં તેમના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું PM મોદીએ ભારતીય ખેડૂતોની કેટલી લોન માફ કરી છે? PM એ ભારતીય મજૂરો માટે કેટલી લોન માફ કરી, તેવા સવાલો પણ તેમણે પૂછ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં બેરોજગારી 40 વર્ષમાં સૌથી વધુ છે. ભાજપે ભારતના ખેડૂતો અને વેપારીઓના કામને બરબાદ કરી દીધું છે. પીએમ મોદીએ નાના અને મધ્યમ ઉદ્યોગોને બરબાદ કરી દીધા છે. પીએમ મોદીના નોટબંધી અને જીએસટીના કારણે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…