નેશનલ

કોલકતા રેપ-મર્ડર કેસમાં CBIનો ઘટસ્ફોટ કહ્યું “પોલીસ સ્ટેશનમાં બન્યા હતા ખોટા રેકોર્ડ”

નવી દિલ્હી: કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા તબીબના બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઇનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં આ કેસને સંદર્ભિત ઘણા ખોટા રેકોર્ડ બનાવવામાં આવ્યા અને બદલવામાં આવ્યા.

તાલા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિજીત મંડલ અને પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ દરમિયાન આ ઘટસ્ફોટ થયો હતો. તેના આધારે સીબીઆઈએ કહ્યું કે આ બંનેની વધુ પૂછપરછ કરવાની જરૂર છે અને આ બાદ કોર્ટે બંને આરોપીઓને 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યું કે તાલા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ડીવીઆર અને હાર્ડ ડિસ્ક ડેટા કાઢવા માટે કોલકાતા સીએફએસએલને મોકલવામાં આવી છે. આ ડેટા અને રિપોર્ટના આધારે આરોપીની વધુ કસ્ટોડીયલ પૂછપરછ જરૂરી છે, જે એક-બે દિવસમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આપણ વાંચો: કોલકાતાના ડૉક્ટરો ફરજ પર પરત ફરશે, પરંતુ આદોલન ચાલુ રહેશે, આ સેવાઓ ઠપ્પ રહેશે

બંને આરોપીઓના મોબાઈલ ફોન પણ ડેટા કાઢવા માટે સીએફએસએલને મોકલવામાં આવ્યા છે. આ બંને ડેટાના આધારે મહત્વના પુરાવા મળવાની શક્યતા છે.

તપાસ કરી રહેલી સીબીઆઇનું કહેવું છે કે આ કેસની તપાસ પ્રગતિ પર છે. 20 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલા આદેશ અંતર્ગત, CFSL, કોલકાતાના નિયામકને 23 સપ્ટેમ્બરના રોજ એક નિષ્ણાતને પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ વિશે માહિતી આપવા માટે મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

પરંતુ તેમની ગેરહાજરીને કારણે તે થઈ શક્ય નહોતા. આથી આ કેસની સુનાવણી 25 સપ્ટેમ્બરે સિયાલદહ કોર્ટમાં કરવામાં આવી છે. આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થઈ રહી છે.

આ પહેલા પણ સીબીઆઈએ કોલકાતા પોલીસની બેદરકારીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. સીબીઆઇએ કહ્યું હતું કે મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડના બે દિવસ બાદ તેના કપડાં અને સામાન મળી આવ્યો હતો.

આરોપીની વસ્તુઓ ગુનામાં તેની ભૂમિકા સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તે જાણતી હોવા છતાં વિલંબ થયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે 10 ઓગસ્ટે સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button