ટોપ ન્યૂઝનેશનલ

Kolkata Rape Case New Update: સીબીઆઈએ તૈયાર કરી યાદી, શંકાના દાયરામાં અનેક

કોલકાતા: અહીંની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટરના બળાત્કાર પછી હત્યાના કિસ્સામાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશની હોસ્પિટલમાં ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન ચાલુ છે, જ્યારે અનેક રાજ્યમોમાં લોકોએ આરોપીઓને આકરી સજા કરવાનો અનુરોધ કર્યો છે. .

સ્વતંત્રતા દિવસે પણ ઉપદ્રવિઓએ પ્રદર્શન કરીને હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરી હતી હવે પોલીસ તોડફોડ કરનારાને શોધી રહી છે. આ કેસમાં તપાસ કરનારી સીબીઆઈની ટીમ હોસ્પિટલમાંથી નીકળી છે, જ્યારે ટીમે પોતાની સાથે થ્રીડી સ્કેનર લઈને તપાસ હાથ ધરી છે.

સીબીઆઈએ પાંચ કલાક કરી તપાસ

પાંચ કલાક સુધી આજે તપાસ કરી હતી. મોટા ષડયંત્રને લઈ તપાસ કરી રહી છે. સીબીઆઈ દ્વારા 30થી 35 લોકોની એક યાદી તૈયારી કરી છે, જેમાં મૃતકના દોસ્ત, પીડિતાના પરિવારે જેમના નામ આપ્યા છે.

આ પણ વાંચો: Kolkata rape case: વિરોધ કરનારા વિફર્યા, પોલીસકર્મીઓને પણ બનાવ્યા નિશાન

આ ઉપરાંત, સીબીઆઈએ હોસ્પિટલના અમુક ડોક્ટર, વિદ્યાર્થીઓને સમન્સ આપ્યું છે. સીબીઆઈના રડાર પર અમુક ગાર્ડ અને કોલકાતા પોલીસના સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે, જ્યારે અમુક લોકો સામેલ હોવાની શંકા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનરે આપ્યું મહત્ત્વનું નિવેદન
કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં કરવામાં આવેલી તોડફોડને લઈ પોલીસ કમિશનરે કહ્યું કે અમે જે સમીક્ષા કરી એમાં ક્યાંક નિષ્ફળ રહ્યા છો તો હા મુદ્દે નિષ્ફળ રહ્યા છીએ. આ વિરોધ શાંતિપૂર્ણ વિરોધ હોવો જોઈએ એવું અમે માની રહ્યા હતા. હિંસા અંગે અમને કોઈ જાણકારી નહોતી.

મમતા બેનરજીએ વિરોધ રેલી યોજી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે વિરોધ પક્ષ સીપીઆઈ(એમ) અને ભાજપે પર આરજી કર હોસ્પિટલમાં તોડફોડ કરવાનો અને સોશિયલ મીડિયા પર બોગસ સમાચાર ફેલાવીને મહિલા ડૉક્ટરની બળાત્કાર અને હત્યા પાછળના સત્યને અસ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતા બેનરજીએ આજે કોલકાતામાં મૌલાલીથી ડોરિના ક્રોસિંગ સુધી વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલ મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગણી કરાઇ હતી.

ડાબેરીઓ અને ભાજપની સાંઠગાંઠનો પર્દાફાશ

મમતાએ આરોપ લગાવ્યો હતો કે ડાબેરીઓ અને ભાજપ વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થવો જોઈએ. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તોડફોડ પાછળ સીપીઆઈ(એમ) અને ભાજપનો હાથ છે. તેઓએ ભયાનક ગુનાના પુરાવાનો નાશ કરવા માટે હોસ્પિટલમાં તોડફોડ કરી..

આ પણ વાંચો: Kolkata Rape case: દેશભરમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રહેશે

ગુનામાં સામેલ ગુનેગારોને ફાંસીની સજાની તેમની માંગને પુનરાવર્તિત કરતા, મમતાએ તેમની તપાસ માટે કોલકાતા પોલીસની પ્રશંસા કરી હતી, જે પાછળથી કોલકાતા હાઈ કોર્ટ દ્વારા સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવી હતી. મમતાએ સીબીઆઈને રવિવાર સુધીમાં કેસનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી અને ગુનેગારોને ફાંસી આપવાની માંગ કરી હતી.

સૌથી મોટી મજાકઃ બંગાળના ગવર્નર

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કોલકાતા પોલીસની કાર્યશૈલી પર સવાલો ઊઠાવ્યા છે અને મમતા બેનરજીની સરકાર પર નિશાન સાધ્યું હતું. ગવર્નર સી. વી. આનંદ બોઝે કહ્યું કે તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમ મમતા બેનરજી જેકિલ એન્ડ હાઈડની માફક વ્યવહાર કરે છે. મુખ્ય પ્રધાનનું કહેવું છે કે આરોપીને ફાંસી આપી દેવી જોઈએ અને કેસ કરો. રોમન શાસકના વર્તાવ જેવું લાગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button