ટોપ ન્યૂઝનેશનલ

Kolkata Rape case: દેશભરમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રહેશે

નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની (Kolkata rape and murder case)ઘટનાને કારણે દેશભરના રોષનો માહોલ છે. કેટલાક લોકો આ કેસને નિર્ભયા 2.0 કહી રહ્યા છે, મહિલા ડોક્ટર સાથે નિર્દયી રીતે બર્બરતા અને ક્રૂરતા આચરવામાં આવી હતી. દેશભરમાં ડોક્ટરો અને મેડીકલ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સંદર્ભમાં હવે મંગળવારે ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

દેશભરના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ આજે પણ ચાલુ રહેશે. ડોકટરોની દલીલ છે કે જ્યાં સુધી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ કેસમાં તમામ દોષિતોની જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. FAIMA ડોક્ટર્સ એસોસિએશને પણ આ વિરોધને સમર્થન આપ્યું છે અને અન્ય ડોક્ટરોને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી છે.

| Also Read: Kolkata rape case: આખરે મમતા સરકાર ઝૂકી, તપાસ સીબીઆઈને સોંપવાની બતાવી તૈયારી

ઇન્ડિયન મેડીકલ એસોસિએશન(IMA) પણ આ મામલે સક્રિય થઈ ગયું છે અને સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. આ કેસમાં સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને પીડિતને ન્યાય મળે તેવી અપીલ કરવામાં આવી છે. આ કેસમાં જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં હવે બળાત્કારની પુષ્ટિ થઈ ગઈ છે, તેના ઉપર એ વાત સામે આવી છે કે આરોપીએ મહિલાનું બે વાર ગળું દબાવ્યું હતું.

એવી પણ માહિતી મળી છે કે આરોપી પહેલેથી જ માનસિક રીતે વિકૃત હતો. તેની ચાર પત્નીઓ હતી, ત્રણે તેને છોડી દીધી હતી અને ચોથી કેન્સરથી મૃત્યુ પામી હતી. આ આરોપી વિશે કહેવામાં આવ્યું છે કે તેને પોર્ન જોવાની લત છે, તેનો ફોન અશ્લીલ વીડિયોથી ભરેલો છે. ઘટનાના દિવસે પણ આરોપીએ પહેલા પોર્ન જોયું, દારૂ પીધો અને પછી મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…