ગાંડો થઈ ગયેલો સાંઢ કચોરીની દુકાન પર તૂટી પડ્યો, બેના મોત, આઠ ઘાયલ | મુંબઈ સમાચાર
નેશનલ

ગાંડો થઈ ગયેલો સાંઢ કચોરીની દુકાન પર તૂટી પડ્યો, બેના મોત, આઠ ઘાયલ

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અલીગઢમાં ફરી એક વખત રખળતા ઢોરે આતંક મચાવ્યો હતો. આ ઢોરનો કહેર જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અલીગઢના જ્વાલાપુરી વિસ્તારમાં એક ઢોર અચનાક બેકાબૂ બન્યો હતો. જે બાદ વિસ્તારમાં ઉધમ મચાવ્યો હતો.

સૂત્રોની જાણકારી પ્રમાણે સોમવારે બપોરે અલીગઢના જ્વાલાપુરી વિસ્તારમાં એક આવારા ઢોરે તોફાન મચાવ્યુ હતું. આ ઉધમમાં કચોરી દુકાન પર કચોરી ખાતા યુવક પર ઢોરે કહેર વરસાવ્યો હતો. યુવકને 10 ફૂટ ઉંચે ફંગોળ્યો હતો. લોકોએ ઢોરને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દોડતો ગયો અને 8 લોકોને અડફેટે લીધા. આ હુમલામાં ઘાયલ થયેલા બે લોકોનું મોત થયું, જ્યારે બાકીના 6ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હુમલા બાદ ઢોર દિવાલોને ટકોર મારતો એક સ્વિમિંગ પૂલમાં પડી ગયો અને તે ઉઠી શક્યો નહીં. નગર નિગમની ટીમે તેનું રેસ્ક્યૂ કર્યું, પરંતુ પછીથી તેનું પણ મોત થઈ ગયું. જ્યારે પશુ ડોક્ટર પ્રમાણે પોસ્ટમોર્ટમમાં ઢોરને હડક્કવાનો ચેપ લાગેલો હોવાનું જણાવ્યું હતું, જેના લક્ષણો લોકોએ પણ નોંધ્યા હતા.

અલીગઢના જિલ્લા અધિકારી સંજીવ રંજનએ ખુલાસો કર્યો કે આ ઢોર પહેલેથી જ હડક્કવાની બિમારીથી પીડિત હતો, જેનાથી આ હુમલો કર્યો હશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનું માહોલ સર્જાયું છે અને પશુઓની સારવાર અને નિયંત્રણ માટે નવી યોજના બનાવવાની માંગ ઉઠી છે.

આ દુ:ખદ ઘટનાથી શીખીને નગર નિગમ અને સ્થાનિક પ્રશાસનને આવી આફતો ટાળવા માટે પગલાં લેવાની જરૂર છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે આવા જાનવરોની નજર રાખવી અને તેમની સારવાર માટે સમયસર પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળી શકે.

આપણ વાંચો:  હરિયાણા IPS આત્મહત્યા કેસ; DGP સામે કાર્યવાહી, રાહુલ ગાંધી પીડિત પરિવારને મળશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button