મંદિરમાં પૂજારીની પસંદગી પર કેરળ હાઈ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, શું છે સમગ્ર મામલો…

કેરળ હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કેરળ હાઈ કોર્ટે કહ્યું કે, મંદિરમાં પૂજારીની નિયુક્તિ માટે કોઈ ખાસ જાતિ કે વંશના હોવું જરૂરી નથી. જાતિ અને વંશના આધારે પૂજારીને પસંદગી કરવી એ બંધારણમાં મળેલી ધાર્મિક સ્વંત્રતાનો ભાગ નથી અને તેને કોઈ બંધારણીય રક્ષણ મળી શકતું નથી. આ ચુકાદો ઐતિહાસિક અને મહત્વનો સાબિત થવાનો છે. ચાલો વિગતે જાણીએ…
મંદિરમાં પૂજારીની નિયુક્તિ વિશે કોર્ટે આવો ચુકાદો આપ્યો
અહેવાલ પ્રમાણે ન્યાયાધીશ રાજા વિજયરાઘવન વી. અને કે.વી. જયકુમારની ડિવિઝન બેન્ચે અખિલ કેરળ તંત્રી સમાજમ અને અધર વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય કેસનો ચુકાદો આપ્યો છે.
કેરળ હાઈ કોર્ટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) અને કેરળ દેવસ્વોમ ભરતી બોર્ડ (KDRB) ના પાર્ટ-ટાઇમ મંદિરના પૂજારી તરીકે ભરતી માટે ‘તંત્ર શાળાઓ’માંથી અનુભવ પ્રમાણપત્રો સ્વીકારવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ ચુકાદો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આપણ વાંચો: ‘તમે મંદિરના માલિક નથી’, કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને લગાવી ફટકાર
શું છે આ સમગ્ર મામલો?
મીડિયા અહેવાલ પ્રમાણે આશરે 300 પરંપરાગત તાંત્રી પરિવારોના સંગઠન, અખિલ કેરળ તાંત્રી સમાજમે ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી કરી હતી. સંસ્થાના પ્રમુખ, ઇસાનન નંબુદિરીપાદ પણ અરજીમાં પક્ષકાર હોવાનું જાણવા મળ્યું છે.
અરજદારોએ દલીલ કરી હતી કે TDB અને KDRB પાસે સંથીની નિમણૂક માટે લાયકાત નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં પરંતુ કેટલીક “તંત્ર શાળાઓ” ને અધિકૃતતા વિના પ્રમાણપત્રો જારી કરવા માટે માન્યતા આપવામાં આવી હતી, જોકે આ શાળાઓ યોગ્ય તાંત્રિક શિક્ષણ નથી આપતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: કેરળ હાઈકોર્ટે RSSને મંદિરમાં શાખા સ્થાપવા રોક લગાવી, હથિયારોની તાલીમ પર પ્રતિબંધ
અરજીમાં કેવી દલીલ કરવામાં આવી?
આ અરજી પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ પરંપરાગત તાંત્રિક શિક્ષણને નબળું પાડી રહ્યું છે અને મંદિર તાંત્રિકો દ્વારા પ્રમાણપત્રો જારી કરવાની લાંબી પરંપરા તોડી રહ્યું છે. દલીલ એવી પણ કરવામાં આવી હતી કે, આગમ અને તંત્રસમુચાય જેવા ધાર્મિક ગ્રંથો અનુસાર, સંથીની નિમણૂક ધાર્મિક પ્રથાનો એક આવશ્યક ભાગ છે અને તેને બંધારણના અનુચ્છેદ 25 અને 26 હેઠળ સુરક્ષિત રાખવું જોઈએ.
સમાજમમાં ફક્ત બ્રાહ્મણ સમુદાયના તાંત્રિક પરિવારોના સભ્યોનો સમાવેશ થાય છે જેમણે ઓછામાં ઓછી 7 પેઢીઓથી મંદિરોમાં તાંત્રિક પૂજા કરી છે.
આ દાવા માટે કોઈ તથ્યપૂર્ણ કે કાનૂની આધાર નથી
આ મામલે કેરળ હાઈ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કોઈ ચોક્કસ જાતિ અથવા વંશ સાથે જોડાયેલા રહેવાની જરૂરિયાતને ધાર્મિક પ્રથા, રિવાજ અથવા પૂજાનો આવશ્યક ભાગ ગણી શકાય નહીં. આ દાવા માટે કોઈ તથ્યપૂર્ણ કે કાનૂની આધાર નથી. બંધારણ પહેલાંની કોઈપણ રિવાજ અથવા પ્રથા જો માનવ અધિકારો, ગૌરવ અથવા સામાજિક સમાનતાનું ઉલ્લંઘન કરે છે તો તે કાયદેસર રીતે માન્ય ન હોઈ શકે.