ATM Card વગર પણ UPI દ્વારા રોકડ ઉપાડી શકાશે! ટૂંક સમયમાં શરુ થશે આ સર્વિસ

મુંબઈ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા વર્ષ 2016માં શરુ કરવામાં આવેલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સર્વિસ હવે સામાન્ય જન જીવનનો ભાગ બની ગઈ છે. રોજબરોજની ખરીદી અને ફંડ ટ્રાન્સફર માટે UPIનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. ટૂંક સમયમાં UPI મારફતે હવે રોકડ ઉપાડવાની સુવિધા પણ શરુ થવા જઈ રહી છે, તેના માટે યુઝર્સને ATM જવાની જરૂર નહીં રહે.
એક અહેવાલ મુજબ સમગ્ર ભારતમાં 20 લાખથી વધુ બિઝનેસ કોરસપોન્ડન્ટ (BC) આઉટલેટ્સ પર UPI નો ઉપયોગ કરીને રોકડ ઉપાડી શકશે. NPCI એ આ સુવિધાના વિસ્તાર માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે મંજુરી માગી છે.
અહેવાલ મુજબ હાલમાં, UPI મારફતે રોકડ ઉપાડવાનો સુવિધા માત્ર ગણતરીના ATM અને બિઝનેસ કોરસપોન્ડન્ટ પાસે જ ઉપલબ્ધ છે. શહેરોમાં એક ટ્રાન્ઝેક્શનમાં વધુમાં વધુ ₹1,000 અને ગ્રામીણ વિસ્તારોમાં ₹2,000 રોકડા ઉપાડી શકાય છે. NPCI દ્વારા નવી પ્રસ્તાવિત યોજના હેઠળ, દરેક બિઝનેસ કોરસપોન્ડન્ટ એક ટ્રાન્ઝેક્શન પર ₹10,000 સુધી રોકડ આપી શકશે.
બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs) શું છે?
જે વિસ્તારોમાં બેંકની બ્રાંચ અને ATMની સંખ્યા ખુબ ઓછી હોય એ વિસ્તારોમાં લોકોને સામાન્ય બેંકિંગ સર્વિસ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આવા વિસ્તારમાં કોઈ દુકાનદાર, નોન-પ્રોફિટ સંસ્થાઓ અથવા વ્યક્તિઓ બિઝનેસ કોરસપોન્ડન્ટ બની શકે છે, તેઓ દુર્ગમ વિસ્તારોમાં લોકોને બેંકિંગ અને ફાઇનાન્સ સર્વિસ પહોંચાડવા એજન્ટ તરીકે કામ કરે છે.
ડેબિટ કાર્ડ અથવા આધાર-બેઝ્ડ બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા ગ્રાહકો બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ પાસેથી રોકડ ઇપાડે છે. હવે UPI-બેઝ્ડ QR કોડ દ્વારા ગ્રાહકો ફોનથી બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ પાસે રોકડ ઉપાડી શકાશે
નવી સર્વિસથી કોને શું લાભ થશે?
આધાર-બેઝ્ડ બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દરમિયાન જેમને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવામાં મુશ્કેલી પડતી હોય અને ડેબિટ કાર્ડ ખરાબ થઇ ગયું હોય એવા ગ્રાહકોને UPI-બેઝ્ડ સર્વિસ શરુ થવાથી લાભ થશે.
સુરક્ષા સામે સવાલ?
ભૂતકાળના કેટલાક કિસ્સાઓ બન્યા છે જેમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્ના ખાતાઓમાં ચોરી કરાયેલા અથવા લોન્ડર કરેલા નાણાં ટ્રેસ થયા હતાં. જેને કારણે આ સર્વિસનો વ્યાપ વધતા તેના દુરુપયોગની શક્યતા પણ વધશે. કે, સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…