વાયરલ વીડિયોઃ રેલવે ટ્રેક પર હંકારી મૂકી કાર, જુઓ મહિલાની શક્તિ | મુંબઈ સમાચાર
નેશનલ

વાયરલ વીડિયોઃ રેલવે ટ્રેક પર હંકારી મૂકી કાર, જુઓ મહિલાની શક્તિ

શંકરપલ્લીઃ તમને કોઈ પૂછે કે શું તમે ક્યારેય રેલવે ટ્રેક પર કાર દોડતી જોઈ છે? પાક્કું તમારો ‘ના’માં જવાબ હશે. પરંતુ આવું થયું છે. તેલંગણાના શંકરપલ્લીથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં એક મહિલાએ રેલવે ટ્રેકને રોડ સમજીને એના પર પોતાની કાર સડસડાટ દોડાવી મૂકી.

જેના કારણે રેલવે કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના બુધવારના રોજ બની હતી, જ્યારે મહિલાએ અચાનક તેની કારને પાટા તરફ ફેરવી દીધી અને લાંબા અંતર સુધી ગાડી ચલાવતી રહી. રેલવે સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઝડપથી ત્યાંથી ભાગી ગઈ.

આ ઘટના બાદ રેલવે વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર બેંગલુરુ-હૈદરાબાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોને રોકી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે રેલ સેવાઓ પ્રભાવિત થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવે વહીવટીતંત્રે આ ગંભીર સુરક્ષા ભંગની તપાસ શરૂ કરી છે.

જોકે, પોલીસને શંકા છે કે મહિલા નશાની હાલતમાં હતી અને રીલ બનાવતી વખતે તેણે આ બધું કર્યું. આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી હતી. તે ઉત્તર પ્રદેશની છે. અમે વાહનમાંથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેન કાર્ડ જપ્ત કર્યા છે,” તેમણે જણાવ્યું હતું.

આને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા રેલવે ટ્રેક પર ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહી છે. તે સમયે, આસપાસના લોકો પણ કારને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપણ વાંચો PM Modi ની પ્રશંસા કરતાં થરૂરને પાર્ટીના નેતાઓ તરફથી આકરો ઠપકો, જાણો શું છે મામલો…

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પહેલી વાર છે જ્યારે કોઈ વ્યક્તિ રેલવે ટ્રેક પર કાર ચલાવતી જોવા મળી છે. પોલીસ મહિલાની ધરપકડ કરી છે અને ઓળખ અને તેની હરકત પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આવી ઘટનાઓને રોકવા માટે રેલવે અધિકારીઓએ ટ્રેકની આસપાસ સુરક્ષા વધારવા પર ભાર મૂક્યો છે.

આ ઘટનાએ ફરી એકવાર રેલવે સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. અધિકારીઓએ લોકોને રેલવે ટ્રેક પર સાવચેત રહેવા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button