કોલકાતા હાઇકોર્ટે મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો કેસ CBIને સોંપ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડૉક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના મામલે CBI કોલકાતા હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કોલકાતા પોલીસને આવતીકાલ 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિતના તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોલકાતાની આર. જી. મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટરની સાથે બળાત્કાર થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. બળાત્કાર બાદ મહિલા ડૉક્ટરની હત્યા કરી દેવામાં આવી હતી. આ મુદ્દે ભારતમાં ડોકટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના બનાવમાં ખુલાસા “પોર્ન ફિલ્મો જોનારા એક વિકૃતે……”
ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આર. જી. મેડિકલ કોલેજમાં એક મહિલા તબીબ સાથે દુષ્કર્મ પર થયો હતો અને બળાત્કાર બાદ તેણીની હત્યા કરવામાં આવી હતી. પીડિતા પીજીના બીજા વર્ષની વિદ્યાર્થિની હતી અને છાતીના રોગોમાં નિષ્ણાત થવાનો અભ્યાસ કરી રહી હતી. ઘટના સમયે તે નાઈટ ડ્યુટી પર હતી અને જુનિયર ડોકટરો સાથે ડિનર કર્યા બાદ રાત્રે 2 વાગે સેમિનાર હોલમાં ગઈ હતી. સવારે છ વાગ્યે અર્ધ-નગ્ન અવસ્થામાં તેની લાશ ત્યાંથી મળી આવી હતી.
કોલકાતાની આર. જી. કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર આવ્યો હતો. આરોપીની પૂછપરછ, ઘટનાસ્થળના પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ઘણી સનસનીખેજ બાબતોનો ખુલાસો થયો છે.