લાખો રેલ્વે કર્મચારીઓની દિવાળી સુધરી! કેન્દ્ર સરકારે આટલા કરોડની બોનસ રકમ મંજુર કરી | મુંબઈ સમાચાર
નેશનલ

લાખો રેલ્વે કર્મચારીઓની દિવાળી સુધરી! કેન્દ્ર સરકારે આટલા કરોડની બોનસ રકમ મંજુર કરી

નવી દિલ્હી: નવરાત્રીના પહેલા દિવસથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ના નવા સ્લેબ લાગુ કરીને કેન્દ્ર સરકારે લોકોના ખિસ્સા પર દબાણ ઓછું કર્યું છે. હવે દિવાળી નજીક આવી રહી છે એ પહેલા કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વનો નિર્ણય કર્યો છે, જેને કારણે લાખો રેલ્વે કર્મચારીઓને લાભ થશે. આજે બુધવારે મળેલી બેઠકમાં મંત્રીમંડળે 10.91 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓને બોનસ આપવાનું નક્કી કર્યું છે.

અહેવાલ મુજવ રેલ્વે કર્મચારીઓને 78 દિવસના બોનસના માટે કુલ ₹1,865.68 કરોડ ફાળવવામાં આવ્યા છે. દિવાળી પહેલા આ બોનસ રેલ્વે કર્મચારીઓ ખાતામાં જમા થઇ જશે, જેથી તેઓ પરિવાર માટે ખરીદી કરી શકે.

દર વર્ષે દુર્ગા પૂજા/દસેરાની રજાઓ પહેલાં રેલવે કર્મચારીને પ્રોડક્ટીવીટી લિન્ક્ડ બોનસ(PLB) ની ચુકવણી કરવામાં આવે છે. ગયા વર્ષે, 11,72,240 રેલવે કર્મચારીઓને PLB ની ₹2,028.57 કરોડ રકમ ચુકવવામાં આવી હતી.

આ પણ વાંચો: દમ લગા કે હઈશાઃ અમેઠીમાં કર્મચારીઓએ ટ્રેનને ધક્કો મારી સ્ટેશન પહોંચાડી બોલો!

બેઠકમાં આ નિર્ણયો પણ લેવામાં આવ્યા:

અહેવાલમાં આપવામાં આવેલી જાણકારી મુજબ ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલટ્સ, ટ્રેક મેનેજર (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટ્સમેન, રેલ્વે મંત્રાલયમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રુપ સીના અન્ય કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે.

આ મળેલી કેબીનેટ બેઠકમાં અન્ય ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, અહેવાલ મુજબ શીપ બિલ્ડીંગ, મરીન ફાઇનાન્સ અને ડોમેસ્ટિક કેપેસિટીનેને પ્રોત્સાહન આપવા માટે ₹69,725 કરોડના પેકેજને મંજૂરી આપવામાં આવી છે.

આજની કેબિનેટ બેઠકમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં 5,000 નવી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ બેઠકો વધારવાની મંજૂરી આપવામાં આવી અને 5023 નવી MBBS બેઠકોને પણ મંજૂરી આપવામાં આવી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button