નેશનલ

MPમાં નદી પર 30 ફૂટ ઊંચાઈએ લટકી મુસાફરોથી ભરેલી બસ, જીવ થઈ ગયા અદ્ધર

National News: મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં એક મુસાફરોથી બરેલી (passenger bus) બસ દુર્ઘટનાનો શિકાર બનતાં બચી હતી. મુસાફરોથી ભરેલી બસ હલોન પુલ પરથી નદીમાં લટકી હતી. નદીમાં ન ખાબકવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ દુર્ઘટના ઘુટાસ પાસે બની હતી. બસ ડિંડોરીથી બિછિયા જતી હતી અને તેમાં મહિલાઓ સહિત કુલ 35 મુસાફરો હતા.

કેવી રીતે બની દુર્ઘટના

બસ પુલ નજીક પહોંચી ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક સવારને બચાવવાના ચક્કરમાં ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. બસ પુલ પરથી નીચે ખાબકવાની તૈયારીમાં હતી ત્યારે જ ડ્રાઇવરે કાબુ કરી લીધી હતી. જે બાદ બાદ બસ પુલ પર બનેલા ડિવાઇડરને તોડીને લટકી ગઈ હતી.

આપણ વાંચો: અમારે ફક્ત ઘરે જવું છે! વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, દુર્ઘટના ટાળવા પોલીસ તૈનાત…

ક્રેનની મદદથી બસ કાઢવામાં આવી બહાર

ઘટના બાદ મુસાફરોએ સંયમથી પણ કામ લીધું અને ધીમે ધીમે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. જે બાદ મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો. કેટલાક મુસાફરોને સાધારણ ઈજા પણ પહોંચી હતી. પુલની ઊંચાઈ આશરે 30 ફૂટ છે. જો બસ પુલ પરથી ખાબકી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ ઘટના મંગળવારે સાંજે 5 કલાકે બની હતી.

સૂચના મળ્યા બાદ બિછિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી બસને પુલ પર લટકતી હાલતમાંથી બહાર કાઢી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બસ પુલ પરથી નદીમાં ખાબકતા કેવી રીતે બચી તે જોઈ શકાય છે. બસ ડ્રાઇવરની સતર્કતાની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ઘટના સમયે બસમાં સવાર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને સહી સલામત બહાર આવતાં ભગવાનનો આભાર માન્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button