
આજે ગ્રહોના રાજકુમાર બુધે પોતાની ચાલ બદલી છે અને તેણે શનિની રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધે આજે સવારે 6.07 કલાકે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને કુંભ રાશિમાં બુધના આ ગોચરથી શનિવ, બુધ અને સૂર્ય ત્રણેયની યુતિ બની છે. આગામી સાતમી માર્ચ સવારે 9.35 કલાક સુધી આ યુતિ રહેશે. આ સિવાય કુંભ રાશિમાં બુધના ગોચરથી બુધાદિત્ય યોગ રાજયોગ પણ બન્યો છે અને આ સાથે જ કેટલી રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ જેને આ સમયગાળામાં લાભ જ લાભ થઈ રહ્યો છે.
મેષઃ

મેષ રાશિના લોકો માટે કુંભ રાશિમાં શનિ, બુધ અને સૂર્યની યુતિ બનવાને કારણે આ રાશિના લોકોને લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. વેપારમાં ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. નોકરિયાત લોકોને બોસ અને સહકર્મીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. લગ્નજીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
સિંહ:

સિંહ રાશિના લોકો માટે પણ કુંભ રાશિમાં આ ત્રણેય ગ્રહોના એક સાથે આવવાથી ફાયદો થઈ રહ્યો છે. બુધ અને સૂર્યના શુભ પ્રભાવથી વેપાર માટે બનાવવામાં આવેલી યોજનાઓ ફાયદો જ ફાયદો લઈને આવશે. સમાજમાં નામ, કામ અને માન-સન્માન બંનેમાં વૃદ્ધિ થઈ રહી છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પરિવાર સાથે સમય પસાર કરશો અને બુધની કૃપાથી લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ શકે છે.
કર્કઃ

બુધના ગોચરથી કુંભ રાશિમાં શનિ, બુધ અને સૂર્યની યુતિ બની રહી છે જે આ રાશિના લોકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો સારો રહેશે. બુધ અને સૂર્યની કૃપાથી વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. સંતાન વિશે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જીવનમાં આવેલી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ રહી છે.