નેશનલ

વાયરલ વીડિયો: 900 કરોડના ફાઇટર જેટને ધક્કા મારવા પડ્યા, શું થયું?

થિરુવનથપુરમઃ બ્રિટિશ રોયલ નેવી (British Royal Navy)નું F-35B સ્ટીલ્થ ફાઇટર જેટ (F-35B Fighter jet), જે ખામીને કારણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી થિરુવનંતપુરમ એરપોર્ટ (Thiruvananthapuram Airport) પર પાર્ક કરેલું છે જેને લઈને લોકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યાં છે. કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યાં છે કે જાસૂસી પ્લેન પણ હોઈ શકે છે.

ત્રણ અઠવાડિયાથી પાર્ક કરેલ આ ફાઇટર જેટને રનવે પરથી દૂર કરીને હેંગરમાં ખસેડવામાં આવ્યું છે. F-35B ને હેંગરમાં ખસેડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ F-35B સ્ટીલ્થ ફાઇટર જેટ અત્યારેનું અત્યાધુનિક ફાઇટર જેટ માનવામાં આવે છે. તેને ખસેડવા માટે હવે હેંગરનો સહારો લેવો પડ્યો છે.

આપણ વાંચો: શું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ફાઇટર જેટ ગુમાવ્યા? CDS અનિલ ચૌહાણે કર્યો ખુલાસો

હેંગરમાં ખસેડવાનો વીડિયો વાયરલ

F-35B સ્ટીલ્થ ફાઇટર જેટની વાત કરવામાં આવે તો F-35Bની કિંમત 110 મિલિયન ડોલર એટલે કે લગભગ 900 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેને વિશ્વના સૌથી મોંઘા ફાઇટર જેટમાંનું એક માનવામાં આવે છે. તેમાં વપરાતી સ્ટીલ્થ ટેકનોલોજી અત્યંત ગુપ્ત મનાય છે.

જેટના દરેક ભાગને ખોલવાની અને પેક કરવાની પ્રક્રિયા બ્રિટિશ સૈન્યની કડક દેખરેખ હેઠળ કરવામાં આવે છે. હવે જેટનું સમારકામ ભારતમાં કરાશે કે બ્રિટન પાછું મોકલવામાં આવશે તેનો નિર્ણય નવી એન્જિનિયર ટીમ દ્વારા લેવાશે, જે એરબસ A400M એટલાસ એરક્રાફ્ટમાં ભારત પહોંચી છે. જો સમારકામ શક્ય ન હોય તો તેને ખોલીને C-17 ગ્લોબમાસ્ટર લશ્કરી વિમાનમાં પાછું લઈ જવામાં આવશે.

આપણ વાંચો: Israel ને હાનિ નહિ પહોંચાડી શકે ઈરાન, અમેરિકાએ તૈનાત કર્યા  ફાઇટર જેટ અને યુદ્ધજહાજો

ફાઇટર જેટને સૈન્યની દેખરેખ હેઠળ રાખ્યું

આ ફાઇટર જેટ ભારતમાં શા માટે આવ્યું? અને આટલા દિવસ સુધી અહીં કેમ રહ્યું? એટલું જ નહીં પરંતુ આ દરમિયાન બ્રિટિશ સૈન્યની કડક દેખરેખ હેઠળ જ રાખવામાં આવ્યું છે. આવું પહેલા પણ બન્યું છે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.

2019 માં પહેલી વાર, C-17 વિમાન દ્વારા ફ્લોરિડાથી ઉટાહમાં F-35 મોકલવામાં આવ્યું હતું, જેની પાંખો કાઢી નાખવામાં આવી હતી. આવા કોઈપણ ઓપરેશનમાં, દરેક ભાગને તકનીકી ચોરી અટકાવવા માટે સુરક્ષા કોડ આપવામાં આવે છે.

આપણ વાંચો: એક બે દિવસમાં પ્રથમ ઉડાન ભરશે IAFનું ફાઇટર જેટ Tejas MK1A, જાણો કેટલું છે પાવરફૂલ?

નેવીએ એર ઈન્ડિયાના જેટને ખસેડવાનું નકાર્યું

સ્ટીલ્થ ટેકનોલોજી લીક થવાથી લશ્કરી અને રાજદ્વારી સ્તરે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. જેથી અત્યારે તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવી છે.

પહેલા ચોમાસાના વરસાદ છતાં બ્રિટિશ રોયલ નેવીએ એર ઇન્ડિયાના જેટને હેંગરમાં ખસેડવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. પરંતુ હવે બ્રિટિશ નેવીએ જેટને હેંગરમાં ખસેડવા સંમતિ આપી દેવામાં આવી અને તેને ખસેડવામાં આવી રહ્યું છે. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button