હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વખત કર્યું મતદાન; રાહુલ ગાંધી કર્યો મોટો ઘટસ્ફોટ

દિલ્હી: લોકસભામાં વિપક્ષને નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાઓથી ‘વોટ ચોરી’ અને ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે ભાજપ અને ચૂંટણી પંચ પર સતત આરોપો લગાવી રહ્યા છે. એવામાં આજે બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ ‘વોટ ચોરી’ કરીને જીતી હોવાનો આરોપ લગાવ્યો, તેમણે કહ્યું કે ચૂંટણીમાં એક બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું હતું.
રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં મોટા પાયે છેતરપિંડી થઇ હોવાનો આરોપ લગાવ્યો. પ્રેઝન્ટેશન રજુ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પસે 100 ટકા પાક્કા પુરાવા છે, વિધાનસભા ચૂંટણી 2024માં 25 લાખ નકલી મતો પડ્યા હતા, અથવા રાજ્યના કુલ મતદારો લગભગ 12.25 ટકા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની જીતને હારમાં ફેરવવા માટે આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બેરોજગારીનો સીધો સંબંધ વોટ ચોરી સાથે છે; રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપને 48 બેઠકો મળી હતી જ્યારે, કોંગ્રેસને 37 બેઠકો મળી હતી.
દર આઠ મતદારોમાંથી એક નકલી!
રાહુલ ગાંધીએ કહ્યું, “હરિયાણામાં 2 કરોડ મતદારો છે, અને તેમાંથી 25 લાખ નકલી છે, આમારી ટીમે 5.21 લાખ ડુપ્લિકેટ મતદાતાઓની એન્ટ્રીઓ શોધી કાઢી છે, આમ હરિયાણામાં દર આઠ મતદારોમાંથી એક નકલી છે.”
‘બ્રાઝિલિયન’ મોડેલે કર્યું 22 વાર મતદાન:
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે એક ‘બ્રાઝિલિયન’ મોડેલે “સ્વીટી, સીમા, સરસ્વતી” જેવા અલગ અલગ નામોથી 22 વખત મત આપ્યા હતાં. એક મહિલાનો ફોટો બતાવીને રાહુલ ગાંધીએ કહ્યું, “આ મહિલા કોણ છે? તેને હરિયાણામાં 10 અલગ અલગ બૂથ પર 22 વાર મતદાન કર્યું હતું,આ મહિલા બ્રાઝિલિયન મોડેલ છે. આ એક સ્ટોક ફોટોગ્રાફ છે.”
રાહુલ ગાંધીએ વધુ એક ઉદાહરણ આપતા કહ્યું કે બે મતદાન મથકોની મતદાર યાદીમાં એક મહિલાનું નામ 223 વખત આપેલું છે; મતલબ તે ગમે તેટલી વાર આવીને મતદાન કરી શકે છે. ચૂંટણી પંચે જણાવે આ મહિલાએ કેટલી વાર મતદાન કર્યું.
આ પણ વાંચો: દેશમાં વોટ ચોરીનો ‘રેટ’ ખૂલ્યો! 6000 નામ રદ કરવાના 4.8 લાખ ચૂકવાયા, SITનો મોટો ખુલાસો
એક એડ્રેસ પણ અનેક મતદારો નોંધાયા:
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે “પલવલ જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષના હાઉસ નંબર 150 માં રહેતા એક ભાજપ નેતાના સરનામે 66 મતદારો નોંધાયેલા છે. અન્ય એક વ્યક્તિના ઘરે 500 મતદારો નોંધાયેલા છે. ભાજપના નેતા દલચંદનું નામ યુપી અને હરિયાણા બંને રાજ્યોની મતદાર યાદીમાં છે. મથુરામાં ભાજપના સરપંચ પ્રહલાદ સાથે પણ આવું જ છે. આ સંખ્યા હજારોમાં છે.”
ભારતના ચૂંટણી પંચ (ECI) સામે સવાલ ઉઠવાતા રાહુલ ગાંધીએ કહ્યું કહ્યું કે ચૂંટણી પંચ માત્ર થોડી સેકન્ડોમાં જ ડુપ્લિકેટ મતદારોને દૂર કરી શકે છે, પરંતુ તેમણે આવું કેમ ન કર્યું? ECI ભાજપને મદદ કરી રહી છે.
કોંગ્રેસની સામે કાવતરું:
બેઘર લોકો માટે માટે મતદાર યાદીમાં ‘હાઉસ નંબર ઝીરો’ લખવામાં આવે છે, રાહુલ ગાંધીએ કહ્યું, “હાઉસ નંબર ઝીરો નોંધાયેલા ઘણાં લોકો તેમના ઘરોમાં રહેતા જોવા મળ્યા હતા, અમે ક્રોસ-ચેક કર્યું છે.”
રાહુલ ગાંધીએ કહ્યું, “તમામ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની જીત થઇ રહી છે. પહેલીવાર પોસ્ટલ બેલેટ વાસ્તવિક મતોથી અલગ હતાં. આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું.”



