દુબઈમાં 'દંગલ'ને સોશિયલ મીડિયા પર 'બબાલ': #BoycottINDvPAK ટ્રેન્ડમાં, કોણે શું કહ્યું? | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

દુબઈમાં ‘દંગલ’ને સોશિયલ મીડિયા પર ‘બબાલ’: #BoycottINDvPAK ટ્રેન્ડમાં, કોણે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ભારતીય કોચ ગૌતમ ગંભીરે શું કહ્યું હતું?

દુબઈઃ અહીં રમાડવામાં આવનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ ભારતમાં અમુક લોકોના વર્ગમાં જોરદાર ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડમાં છે.

રાજકારણીઓ, ક્રિકેટર, સામાજિક સંગઠનોની સાથે સાથે બોલીવુડના કલાકારોએ પ્રતિક્રિયા આપી છે, ત્યારે સોશિયલ મીડિયા પર બોયકોટપાકિસ્તાન મેચ લખીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. થોડા કલાકોમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ શરુ થશે ત્યારે ભારતીય ક્રિકેટર પણ ચિંતામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ વગેરે ખેલાડી ખાસ કરીને ચિંતામાં જોવા મળી રહ્યા છે, જ્યારે કોચ ગૌતમ ગંભીરની પણ અગાઉ સલાહ માગી હતી, જેમાં તેમને ખાસ કરીને મેચ પર ફોક્સ કરવાની અપીલ કરી હતી, પરંતુ ગણતરીના કલાકો વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં મેચ અંગે વિરોધ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત પછી હવે પંજાબમાંથી પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો

દેશહિતની વાતો કરનારા ચૂપ કેમ?

સોશિયલ મીડિયા પર #BoycottINDvPAK ટ્રેન્ડમાં છે, જેમાં અનેક યૂઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. એક યૂઝરે લખ્યું હતું કે એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ નહીં. થોડા દિવસ પહેલા નિર્દોષ જવાનો શહીદ થયા છે. દેશહિતની વાત કરનારા લોકો ચૂપ કેમ છે.

ક્રિકેટ અને પૈસા એટલા બધા જરુરી છે કે આટલા ઝડપી પાકિસ્તાનની નાપાક હરકતોને તમે ભૂલી જઈ શકો છો.

બીજાએ લખ્યું છે કે ભાઈ મેચનો બહિષ્કાર કરો. અન્ય લખ્યું છે કે ભાઈઓ તથા બહેનો બોયકોટએશિયા કપ લખીને તમે દેશભક્ત હોવાનું બતાવો.

https://twitter.com/aditiraaaj1/status/1966724500491268099

ટીમ ઈન્ડિયા પૂરા જોશથી મેચ રમશે

બીજી બાજુ સોશિયલ મીડિયા પર બોયકોટ મૂવમેન્ટ વચ્ચે બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ નિવેદન આપ્યું છે અને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પૂરા જોશથી મેદાનમાં ઉતરશે અને થોડા મહિના પહેલા બનેલી ઘટનાનો કટ્ટરતાથી જવાબ આપશે. પાકિસ્તાન સાથે ખરાબ સંબંધો હોવા છતાં ભારતીય ટીમ મેચ રમવી પડે છે, પરંતુ ભારત સરકારની આ નીતિ નથી.

આપણ વાંચો: ભારત પાકિસ્તાનના ક્રિકેટરો એશિયા કપના મુકાબલા પહેલાં જ દુબઈના મેદાન પર સામસામે!

આસિસ્ટંટ કોચે શું કહ્યું હતું કોન્ફરન્સમાં

ટીમ ઈન્ડિયામાં મોટા ભાગના ખેલાડીઓ યુવાનો છે અને સોશિયલ મીડિયાનો પણ સૌથી વધુ ઉપયોગ કરે છે ત્યારે મોટા ભાગના લોકો તેનો બહિષ્કાર કરી રહ્યા છે ત્યારે ક્રિકેટર પણ ચિંતામાં છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરતા તેનો ઉકેલ લાવવાની પણ સલાહ માગી હતી.

જોકે, અમુક ખેલાડી હજુ પાકિસ્તાનથી નારાજ છે, પરંતુ માહોલ કંઈક અલગ જ નિર્માણ કરવામાં આવી રહ્યો છે, તેથી અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ અથવા કોચ ગંભીરના બદલે આસિસ્ટંટ કોચ રાયન ડોશાટેને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ચીફ કોચનો સ્પષ્ટ જવાબ

પ્રેસ કોન્ફરન્સના સવાલના જવાબમાં રાયન ડોશાટે કહ્યું હતું કે આ સંવેદનશીલ મુદ્દો છો. અમને પણ વિશ્વાસ નહોતો કે ભારત રમશે, પરંતુ અમે સરકારના નિર્ણયનું સન્માન કરીએ છીએ.

અમે ભારતીયોની ભાવનાને સમજીએ છીએ અને અમે ખેલાડીઓને ખાસ મેસેજ આપ્યો છે કે મેચ પર ફોક્સ કરે. કોચ ગંભીરે પણ ખેલાડીઓને મેસેજ આપ્યો છે કે અત્યારે માહોલ કેવો છે એની સૌને જાણ છે, પરંતુ જે બાબત આપણા નિયંત્રણમાં નથી એના પર ધ્યાન આપશો નહીં. મેદાનમાં ફક્ત કોઈ ભાવનાત્મક દબાણમાં આવ્યા વિના રમવું જોઈએ. દરેક ખેલાડીનો વિચાર અલગ હોઈ શકે છે, પરંતુ ટીમનો ફોક્સ ફક્ત મેચ રહેશે, એમ જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button