
નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની શાળા અને કોલેજોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટનાઓ બની છે. આજે સોમવારે ફરી એકવાર દિલ્હીની શૈક્ષણિક સંસ્થાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. દ્વારકા વિસ્તારની બે શાળા અને એક કોલેજને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેય સંસ્થાની ઈમારતો ખાલી કરવામાં અવી છે, પોલીસની ટીમો જગ્યાએ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે,
દ્વારકા વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ફોન આવ્યો હતો, જેની જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા અને શાળા પરિસર ખાલી કરાવ્યું. તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને દિલ્હી ફાયર સર્વિસ પણ ઘટના સ્થળે છે અને સર્ચ ઓપરેશન ચલવવામાં અવી રહ્યું છે.
શ્રીરામ વર્લ્ડ સ્કૂલમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. ઈ-મેલ દ્વારા શાળાઓ અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે, અત્યાર સુધી તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
નોંધનીય છે દિલ્હીની શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટનો ધમકીઓ અગાઉ પણ મળી ચુકી છે. ગત 18 જુલાઈની સવારે દિલ્હીની 50 થી વધુ શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઇમેઇલ મળ્યો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને પરિસરો ખાલી કરાવવામાં આવ્યા હતાં. જો કે ધમકીઓ પોકળ સાબિત થઇ હતી.
દિલ્હી પોલીસના અધિકારીઓ આવી ધમકીઓને ગંભીરતા લઇને કામગીરી કરે છે. એક અધિકારી એ જણાવ્યું હતું કે જ્યાં સુધી દરેક ધમકીની ચકાસણી ન થાય ત્યાં સુધી સાવચેતીના પગલા લેવામાં આવશે. ડીપીએસ દ્વારકાને મળેલા કોલનો સોર્સ શોધવા માટે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો…મુંબઈના BSE ટાવર અને દિલ્હીની શાળા-કલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; ઈમેઈલ મળતા ખળભળાટ