કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: પિતા બન્યાના 6 મહિનામાં પાયલટનું મૃત્યુ, કોણ છે?

કેદારનાથ: એક તરફ દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાને ભૂલાવી શક્યો નથી, ત્યાં બીજી તરફ ત્રણ દિવસ બાદ કેદારનાથ ધામ પાસેના ગૌરીકુંડના જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટના આજે સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ સાત લોકો યાત્રા કરી રહ્યા હતા.
આ દુર્ઘટનામાં સાતેય લોકોનું મૃત્યુ થયા છે. જોકે સાત મૃતદેહ પૈકી પાયલટના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે, જેમાં મૃતક પાયલટ છ મહિના પૂર્વે પિતા બન્યો હતો.
આપણ વાંચો: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યોઃ ટીડીપીનાં સાંસદની બહેનનું મોત, બનેવીનો બચાવ
કોણ હતો હેલિકોપ્ટર દુર્ઘટનાનો પાયલટ?
હેલિકોપ્ટર દુર્ઘટનાનો પાયલટનું નામ રાજવીર સિંહ ચૌહાણ છે. તે રાજસ્થાનના જયપુરના નિવાસી હતા. થોડા મહિના પહેલા જ તે આર્યન કંપનીમાં એવિએશન પાયલટ તરીકે જોડાયા હતા.
આ અગાઉ તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા. જોકે તેઓ છ મહિના પહેલા તેમના ઘરે જોડિયા બાળકોનું પારણું બંધાયું હતું. આજે ફાધર્સ ડેના એટલે આજે બંને જોડિયા બાળકોના માથેથી પિતાનો પડછાયો ચાલ્યો ગયો છે. તેમનો પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.
આપણ વાંચો: Gujarat : હેલિકોપ્ટર દુર્ઘટનાના એક મહિના બાદ ગુમ થયેલા પાયલટનો મૃતદેહ મળ્યો
બે યુપી અને ત્રણ મહારાષ્ટ્રના રહેવાસીની ઓળખ
હેલિકોપ્ટર દુર્ઘટનાના સાત પ્રવાસીમાં બીકેટીસીના વિક્રમ રાવત પણ હતા. વિક્રમ રાવતના નિધનને લઈને બદ્રિનાથ-કેદારનાથ મંદિર સમિતિના તમામ કાર્યાલયોના કર્મચારીઓએ શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય બાકીના પાંચ યાત્રી પૈકી બે ઉત્તર પ્રદેશ અને બાકીના ત્રણ મહારાષ્ટ્રના હતા. જેમાં એક બે વર્ષની બાળકીનો સમાવેશ પણ થાય છે.
હેલિકોપ્ટરમાં સવાર તમામ પ્રવાસીના મૃત્યુ
આજે વહેલી સવારે હેલિકોપ્ટર કેદારનાથ ધામથી ફાટા જઈ રહ્યું હતું. ત્યારે સાડા પાંચ વાગ્યે ગૌરીકુંડના જંગલોમાં હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રીઓનું મૃત્યુ થયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટુકડી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યૂ ટીમ દ્વારા તમામ મૃતદેહોને તળેટીની નીચે લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઓળખ કરાયેલા મૃતકની યાદી આ પ્રમાણે છે.
- વિનોદ દેવી (ઉ.66), ઉત્તર પ્રદેશ
- તુષ્ટિ સિંહ (ઉ.19), ઉત્તર પ્રદેશ
- રાજકુમાર સુરેશ જયસ્વાલ (ઉ.41), મહારાષ્ટ્ર
- શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ, મહારાષ્ટ્ર
- કાશી (ઉ. 2 વર્ષ), મહારાષ્ટ્ર



